Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડોનેશિયા વિમેન્સ એશિયા કપમાંથી આઉટ, સેમી-ફાઇનલની આશા જાળવી રાખી UAEએ

ઇન્ડોનેશિયા વિમેન્સ એશિયા કપમાંથી આઉટ, સેમી-ફાઇનલની આશા જાળવી રાખી UAEએ

Published : 06 September, 2026 10:54 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ T20 એશિયા કપ 2026માં ઇન્ડોનેશિયા ત્રણેય ગ્રુપ મૅચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની. UAEએ 6 વિકેટે જીત મેળવી સેમી-ફાઇનલની આશા જીવંત રાખી.

UAEની ભારતીય મૂળની કૅપ્ટન એશા ઓઝા ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની.

UAEની ભારતીય મૂળની કૅપ્ટન એશા ઓઝા ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની.


વિમેન્સ T20 એશિયા કપમાં ડેબ્યુ કરનાર ઇન્ડોનેશિયા વર્તમાન સીઝનમાંથી આઉટ થનાર પહેલી ટીમ બની છે. ઇન્ડોનેશિયાને ગ્રુપ Bમાં તમામ ત્રણ મૅચમાં હાર મળી હતી. શુક્રવારે દુબઈમાં યજમાન UAEએ ઇન્ડોનેશિયાને ૬ વિકેટે હરાવીને સેમી-ફાઇનલની આશા જાળવી રાખી હતી.
ઇન્ડોનેશિયા ૧૯.૪ ઓવરમાં ૭૧ રન કરીને ઑલઆઉટ થયું હતું. જવાબમાં UAEએ ૧૩.૧ ઓવરમાં ૭૫/૪નો સ્કોર કરીને ૭૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. UAEની ભારતીય મૂળની કૅપ્ટન એશા ઓઝાએ બે વિકેટ લઈને ૨૯ બૉલમાં ૩૦ રન કરવા બદલ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. 
આજે વિમેન્સ T20 એશિયા કપ 2026ની દસમી મૅચ શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે રમાશે. આ મૅચના રિઝલ્ટ પછી ગ્રુપ Bની સેમી-ફાઇનલની ટીમો માટેનું ચિત્ર સ્પષ્ટ થશે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 10:54 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK