બંગલાદેશમાં સપ્ટેમ્બર- ઑક્ટોબર ૨૦૨૪માં મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થશે.એની તૈયારી માટે આ સિરીઝ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ફાઈલ ફોટો
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સીઝનમાં ધમાલ મચાવ્યા બાદ હવે ભારતીય મહિલા ક્રિકેટર્સ પાંચ મૅચની T20 સિરીઝ માટે બંગલાદેશના પ્રવાસે જશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બંગલાદેશ સામે ૨૮ એપ્રિલથી ૯ મે દરમ્યાન પાંચ મૅચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે જશે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા શૅર કરવામાં આવેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ભારત ૨૩ એપ્રિલે બંગલાદેશ પહોંચશે અને ૧૦ મેના રોજ ઘરે જવા રવાના થશે. ૨૩ એપ્રિલ (ડે-નાઇટ), ૩૦ એપ્રિલ (ડે-નાઇટ), ૨ મે, ૬ મે અને ૯ મે (ડે-નાઇટ)એ રમાનારી તમામ મૅચ સિલ્હટમાં રમાશે. ડે-નાઇટ મૅચ ભારતીય સમય અનુસાર ૬.૩૦ વાગ્યે શરૂ થશે, જ્યારે અન્ય મૅચ બપોરે બે વાગ્યે શરૂ થશે. બંગલાદેશમાં સપ્ટેમ્બર- ઑક્ટોબર ૨૦૨૪માં મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થશે.એની તૈયારી માટે આ સિરીઝ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.