IPLના ચૅરમૅન અરુણ ધુમલે ટુર્નામેન્ટના વિસ્તરણ વિશે મોટું નિવેદન આપ્યું છે.
અરુણ ધુમલ
IPLના ચૅરમૅન અરુણ ધુમલે ટુર્નામેન્ટના વિસ્તરણ વિશે મોટું નિવેદન આપ્યું છે. અરુણ ધુમલ કહે છે કે ‘અમે ૨૦૨૭ના દ્વિપક્ષીય ચક્ર પછી IPL માટે મોટી વિન્ડો શોધી રહ્યા છીએ. દરેક ટીમની હોમ અને અવે મૅચ સમાન સંખ્યામાં કરીને ટુર્નામેન્ટને ૭૪થી ૯૪ મૅચ સુધી વિસ્તૃત કરી શકાશે.’ અરુણ ધુમલે વધુમાં કહ્યું હતું કે ‘નવી ટીમ ઉમેરવાની કોઈ યોજના નથી. પ્રાથમિક ધ્યાન હાલની સ્પર્ધાને વધુ મજબૂત બનાવવા પર છે. આ નવા માળખા હેઠળ દરેક ટીમ ૧૮ લીગ મૅચોમાં ભાગ લેશે તેમના હોમગ્રાઉન્ડ પર ૯ મૅચ રમશે અને ૯ મેચ બહાર રમશે. આ પ્લાન હેઠળ દરેક ટીમ બાકીની ૯ હરીફ સામે બે-બે મૅચ રમી શકશે.’
