Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે પહેલા દિવસે ૪ વિકેટે ૩૦૧ રન કર્યા બંગલાદેશે, યજમાન ટીમે ત્રણેય સેશનમાં ૧૦૦-૧૦૦ રન ફટકાર્યા

પાકિસ્તાન સામે પહેલા દિવસે ૪ વિકેટે ૩૦૧ રન કર્યા બંગલાદેશે, યજમાન ટીમે ત્રણેય સેશનમાં ૧૦૦-૧૦૦ રન ફટકાર્યા

Published : 09 May, 2026 08:45 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી, મોહમ્મદ અબ્બાસ, હસન અલી અને નોમાન અલીએ ૧-૧ વિકેટ લીધી હતી.

બંગલાદેશ માટે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ આટલી સદી ફટકારનાર કૅપ્ટન બન્યો નઝમુલ હુસેન શાન્તો.

બંગલાદેશ માટે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ આટલી સદી ફટકારનાર કૅપ્ટન બન્યો નઝમુલ હુસેન શાન્તો.


યજમાન બંગલાદેશે ગઈ કાલે પાકિસ્તાન સામે બે મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચનો શાનદાર પ્રારંભ કર્યો હતો. પહેલા દિવસે બંગલાદેશે ૮૫ ઓવરમાં ૪ વિકેટે ૩૦૧ રન કર્યા હતા. દિવસનાં ત્રણ સેશનમાં આ ટીમે અનુક્રમે ૧૦૧, ૧૦૦ અને ૧૦૦ રન ઝૂડી નાખ્યા હતા. ૧૦.૧ ઓવરમાં ૩૧ રનના સ્કોરે બંગલાદેશે બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તોએ ૧૩૦ બૉલમાં ૧૨ ફોર અને બે સિક્સની મદદથી ૧૦૧ રન કરીને મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. મોમિનુલ હકે ૨૦૦ બૉલમાં ૧૦ ફોરની મદદથી ૯૧ રનનું યોગદાન આપ્યું હતું. ૧૦૪ બૉલમાં ૪૮ રન કરનાર મુશફિકુર રહીમ અને ૩૫ બૉલમાં ૮ રન કરનાર લિટન દાસ આજે બંગલાદેશની ઇનિંગ્સને આગળ ધપાવશે. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી, મોહમ્મદ અબ્બાસ, હસન અલી અને નોમાન અલીએ ૧-૧ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:45 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK