તરબૂચમાં ઝિન્ક ફૉસ્ફાઇડની હાજરી જણાઈ આવી એ પછી ડોકાડિયા પરિવારના મૃત્યુનું ઘૂંટાતું રહસ્ય...
ડોકાડિયા પરિવાર
પાયધુનીમાં ડોકાડિયા પરિવારના ૪ સભ્યોનાં મૃત્યુના ફૉરેન્સિક રિપોર્ટમાં પરિવાર દ્વારા ખાવામાં આવેલા તરબૂચમાં ઘાતક ઝિન્ક ફૉસ્ફાઇડની હાજરીની પુષ્ટિ થયાના એક દિવસ પછી પોલીસને તેમના ઘરમાંથી ઉંદર ભગાડવાની હર્બલ દવાની બૉટલ મળી આવી ત્યાર બાદ તેમના મૃત્યુનું રહસ્ય વધુ ઘેરું બની ગયું હતું. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ના રિપોર્ટમાં પુષ્ટિ મળી કે પરિવારનું મૃત્યુ ઝિન્ક ફૉસ્ફાઇડથી ભરેલું તરબૂચ ખાવાથી થયું હતું, જે એક અત્યંત ઝેરી ઉંદર મારવાની દવા છે.
હવે તપાસનું મુખ્ય ફોકસ રાત્રે ૧૦.૩૦થી ૧.૩૦ વાગ્યા વચ્ચે ૩ કલાકના અંતરાલમાં શું થયું એ જાણવા પર કરવામાં આવ્યું છે. પોલીસ કહ્યું હતું કે ‘ફ્રૂટ પાર્ટીનો સમય અસામાન્ય છે. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું પરિવારના બધા સભ્યો એકસાથે આ પગલું ભરવા માટે રાજી થયા હતા અથવા મોડી રાતે કોઈ એવી ઉશ્કેરણીજનક ઘટના બની હતી.’
