રિયાન પરાગ અને યશસ્વી જાયસવાલ રાજસ્થાન રૉયલ્સ માટે નવી જર્સીમાં ફોટોશૂટ કરતા જોવા મળ્યા હતા.
યુઝવેન્દ્ર ચહલ, અભિષેક શર્મા અને ઈશાન કિશન
બાવીસ માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે તમામ ટીમોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સના કૅમ્પમાં યંગ નેટ બોલર્સ સામે પ્રૅક્ટિસ કરી રહ્યો છે તો બીજી તરફ ડિવૉર્સના સમાચાર વચ્ચે ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટટેકર યુઝવેન્દ્ર ચહલ (૨૦૫ વિકેટ) હરીફ ટીમના બૅટર્સના દાંડિયા ડૂલ કરવાની તૈયારી કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટના ભવિષ્ય ગણાતા અભિષેક શર્મા અને ઈશાન કિશન સનરાઇઝર્સ હૈદરાબાદના કૅમ્પમાં જોડાયા છે, જ્યારે રિયાન પરાગ અને યશસ્વી જાયસવાલ રાજસ્થાન રૉયલ્સ માટે નવી જર્સીમાં ફોટોશૂટ કરતા જોવા મળ્યા હતા.

