Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૩ રને ત્રીજી T20 જીતીને ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી

૨૩ રને ત્રીજી T20 જીતીને ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી

11 July, 2024 08:42 AM IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુભમન ગિલે કૅપ્ટન તરીકે પહેલી ફિફ્ટી ફટકારીને ૬૬ રનની ઇનિંગ્સ રમી : ૧૫ રન આપીને ૩ વિકેટ લેનાર વૉશિંગ્ટન સુંદર બન્યો પ્લેયર ઑફ ધ મૅચ : T20 ક્રિકેટમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ઝિમ્બાબ્વેનો પહેલો બૅટર બન્યો સિકંદર રઝા

મૅચ દરમ્યાન રવિ બિશ્નોઈએ પકડ્યો હતો સુપરમૅન કૅચ. સાથી પ્લેયરોએ તેને શાબાશી આપીને વધાવી લીધો હતો

IND vs ZIM

મૅચ દરમ્યાન રવિ બિશ્નોઈએ પકડ્યો હતો સુપરમૅન કૅચ. સાથી પ્લેયરોએ તેને શાબાશી આપીને વધાવી લીધો હતો


હરારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ત્રીજી T20માં ૨૩ રને જીત મેળવીને ભારતીય ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી હતી. ટૉસ જીતીને પહેલી બૅટિંગ પસંદ કરનાર શુભમન ગિલ ૬૬ રનની ઇનિંગ્સ રમ્યો હતો જેને કારણે ભારતનો સ્કોર ચાર વિકેટે ૧૮૨ રન થયો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ એક તબક્કે માત્ર ૩૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠી હતી, પણ પછી લડત આપીને ૬ વિકેટે ૧૫૯ રન બનાવી શકી હતી. આ જીત સાથે T20 ઇન્ટરનૅશનલમાં ૧૫૦ જીત મેળવનાર ભારતની ટીમ દુનિયાની પહેલી ટીમ બની હતી.


ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કૅપ્ટન તરીકે પહેલી ફિફ્ટી ફટકારનાર શુભમન ગિલે ઓપનર યશસ્વી જાયસવાલ સાથે ૬૭ રનની અને ઋતુરાજ ગાયકવાડ ( ૪૯ રન) સાથે ૭૨ રનની પાર્ટનરશિપ કરી હતી. ઝિમ્બાબ્વે વતી ડીયોન માયર્સે સૌથી વધુ ૬૫ રન બનાવ્યા, પણ ભારતની ચુસ્ત બોલિંગ સામે ઝિમ્બાબ્વેના બૅટર્સ વધારે રન ન બનાવી શક્યા. કૅપ્ટન સિંકદર રઝા ૧૫ રન બનાવતાંની સાથે T20 ક્રિકેટમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ઝિમ્બાબ્વેનો પહેલો બૅટર બન્યો હતો. ૧૫ રન આપી ૩ વિકેટ લેનાર વૉશિંગ્ટન સુંદર આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો.



T20 વર્લ્ડ કપ 2024 અને મુંબઈની વિક્ટરી પરેડમાં ફૅન્સના પ્રેમનો અનુભવ કરીને ઝિમ્બાબ્વે પહોંચેલા યશસ્વી જાયસવાલે ૨૭ બૉલમાં ૩૬ રનની ઇનિંગ્સ રમી હતી. વિકેટકીપર સંજુ સૅમસને ૧૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. બૅટિંગની તક ન મળતાં શિવમ દુબેએ બોલિંગ કરી, પણ બે ઓવરમાં ૨૭ રન આપી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 08:42 AM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK