યશસ્વી જાયસવાલે ૧૦મી ઓવરમાં ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટનો શાનદાર કૅચ પકડ્યો હતો જે તેનો વન-ડે ફૉર્મેટનો પહેલો કૅચ અને હર્ષિત રાણાની વન-ડે ફૉર્મેટની પહેલી વિકેટ બની હતી.
યશસ્વી જાયસવાલ અને હર્ષિત રાણા
નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓપનિંગ બૅટર યશસ્વી જાયસવાલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને વન-ડેમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ટેસ્ટ અને T20માં ડેબ્યુ કરી ચૂકેલા આ બન્ને પ્લેયર્સને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે પ્લેઇંગ-ઇલેવનમાં પ્રબળ દાવેદારી કરવાની તક મળી હતી. જાયસવાલને કૅપ્ટન રોહિત શર્મા તરફથી ભારતની ૨૫૭મી વન-ડે કૅપ અને હર્ષિત રાણાને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી દ્વારા ૨૫૮મી વન-ડે કૅપ મળી હતી.
યશસ્વી જાયસવાલે ૧૦મી ઓવરમાં ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટનો શાનદાર કૅચ પકડ્યો હતો જે તેનો વન-ડે ફૉર્મેટનો પહેલો કૅચ અને હર્ષિત રાણાની વન-ડે ફૉર્મેટની પહેલી વિકેટ બની હતી. ડેબ્યુ મૅચમાં બન્નેએ એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું.

