બુમરાહને સ્પષ્ટ સંદેશ આપતાં ઇરફાન પઠાણ કહે છે...
ઇરફાન પઠાણ, જસપ્રીત બુમરાહ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે ચોથી ટેસ્ટ-મૅચ પહેલાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘હું જસપ્રીત બુમરાહનો મોટો ફૅન્સ છું. મને તેની કુશળતા ખૂબ ગમે છે. તે શ્રેષ્ઠ છે. જોકે હું માનું છું કે જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે તમારે તમારું સર્વસ્વ આપવું પડશે.’
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું, ‘કાં તો તમે તમારું સર્વસ્વ આપો અથવા વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે પસંદગીની મૅચોમાં રમવાને બદલે યોગ્ય આરામ કરો. જ્યારે કોઈ દેશ કે ટીમની વાત આવે છે ત્યારે ટીમ હંમેશાં પહેલાં આવે છે. હું એ પ્રશ્ન ઉઠાવી રહ્યો નથી કે તેણે પ્રયાસો કર્યા નથી. જ્યારે ટીમને તમારી જરૂર હોય ત્યારે તમારે વધારાના પ્રયાસો કરવા પડશે. જો બુમરાહ નિયમિતપણે ભારત માટે મૅચ જીતવાનું ચાલુ રાખશે તો તે લાંબા સમય સુધી ટોચ પર રહેશે.’


