કાઉન્ટી સામેની પ્રૅક્ટિસ મૅચમાં ફટકારી હાફ-સેન્ચુરી
રવીન્દ્ર જાડેજા
કાઉન્ટી ઇલેવન સામે રમાયેલી પ્રૅક્ટિસ મૅચના ત્રીજા અને છેલ્લા દિવસે ભારતે બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટે ૧૯૨ રન કર્યા બાદ દાવ ડિક્લેર કર્યો હતો. ત્યાર બાદ ભારતીય બોલરોએ ૩૨ ઓવર બોલિંગ કરી હતી. ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ રિટાયર્ડ આઉટ થતાં પહેલાં ૭૭ બૉલમાં ૫૧ રન કર્યા હતા. એ પહેલાં સવારે મયંક અગરવાલ (૪૭) અને ચેતેશ્વર પુજારા (૩૮) વચ્ચે પહેલી વિકેટ માટે ૮૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. એ પહેલાં ભારતે કાઉન્ટી સિલેક્ટ ઇલેવનને ૨૨૦ રને ઑલઆઉટ કર્યા હતા અને ૯૧ રનની લીડ લીધી હતી. ઈજાને કારણે અવેશ ખાન બૅટિંગ કરવા નહોતો આવ્યો. આ લખાય છે ત્યાં સુધી કાઉન્ટી ઇલેવને વિના વિકેટે ૨૧ રન બનાવ્યા હતા.