આયુષ મ્હાત્રે અને અભિજ્ઞાન કુંડુ સંભાળશે ટીમનું નેતૃત્વ, ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ મળી એન્ટ્રી
આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી
ટીમ ઇન્ડિયાની સિનિયર મેન્સ ટીમ, મેન્સ A-ટીમ અને સિનિયર વિમેન્સ ટીમ બાદ હવે ભારતીય મેન્સ અન્ડર-19 ટીમની પણ ઇંગ્લૅન્ડ-ટૂરની જાહેરાત કરવામાં આવી છે. ૨૪ જૂનથી ૨૩ જુલાઈ દરમ્યાન ભારત ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામે ૫૦ ઓવરની પ્રૅક્ટિસ-મૅચ, પાંચ મૅચની વન-ડે સિરીઝ અને બે મલ્ટિ-ડે મૅચ રમશે.
આ ટૂર પર મુંબઈકર આયુષ મ્હાત્રે અને અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર-બૅટર)ને અનુક્રમે કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ૧૬ સભ્યોની આ સ્ક્વૉડમાં IPL અને T20ના યંગેસ્ટ સેન્ચુરિયન વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન મળ્યું છે. ૧૪ વર્ષનો વૈભવ પોતાના અન્ડર-19ના ઓપનિંગ પાર્ટનર આયુષ મ્હાત્રે (૧૭ વર્ષ) સાથે ધમાલ મચાવતો જોવા મળશે. આ વર્ષે વૈભવે રાજસ્થાન રૉયલ્સ અને આયુષે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં ડેબ્યુ કર્યું હતું.


