ભારતમાં ઑક્ટોબર ૨૦૨૫માં આયોજિત વન-ડે વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ભારતીય વિમેન્સ ટીમ એપ્રિલ-મેમાં ત્રિકોણીય સિરીઝ રમશે
ભારતીય વિમેન્સ ટીમ
ભારતમાં ઑક્ટોબર ૨૦૨૫માં આયોજિત વન-ડે વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ભારતીય વિમેન્સ ટીમ એપ્રિલ-મેમાં ત્રિકોણીય સિરીઝ રમશે. ૨૭ એપ્રિલથી ૧૧ મે દરમ્યાન ભારત, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે આ વન-ડે સિરીઝ રમાશે. દરેક ટીમ ચાર-ચાર મૅચ રમશે. ટૉપ-ટૂ ટીમ વચ્ચે ૧૧ મેએ ફાઇનલ મૅચ રમાશે. આ ત્રિકોણીય વન-ડે સિરીઝની યજમાની શ્રીલંકા કરશે.
ત્રિકોણીય સિરીઝનું શેડ્યુલ
૨૭ એપ્રિલ : ભારત v/s શ્રીલંકા
૨૯ એપ્રિલ : ભારત v/s સાઉથ આફ્રિકા
૧ મે : શ્રીલંકા v/s દક્ષિણ આફ્રિકા
૪ મે : ભારત v/s શ્રીલંકા
૬ મે : ભારત v/s સાઉથ આફ્રિકા
૮ મે : શ્રીલંકા v/s સાઉથ આફ્રિકા
૧૧ મે : ફાઇનલ

