આજે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારત A અને ઑસ્ટ્રેલિયા A વચ્ચે પહેલી ચાર-દિવસીય ક્રિકેટ મૅચ રમાશે. વિકેટકીપર-બૅટર ઈશાન કિશન પાસે સિનિયર ટીમમાં વાપસી કરવા માટે આ શ્રેષ્ઠ તક હશે.
ઈશાન કિશન
આજે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારત A અને ઑસ્ટ્રેલિયા A વચ્ચે પહેલી ચાર-દિવસીય ક્રિકેટ મૅચ રમાશે. વિકેટકીપર-બૅટર ઈશાન કિશન પાસે સિનિયર ટીમમાં વાપસી કરવા માટે આ શ્રેષ્ઠ તક હશે. સૌની નજર અભિમન્યુ ઈશ્વરન, નીતીશ કુમાર રેડ્ડી અને પ્રસિદ્ધ ક્રિષ્ના પર રહેશે જે બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારતીય સ્ક્વૉડમાં પણ સિલેક્ટ થયા છે. ભારતીય ટીમ-મૅનેજમેન્ટ ઑસ્ટ્રેલિયન પરિસ્થિતિઓમાં તેમના પ્રદર્શન પર ખાસ નજર રાખશે. ભારતીય સમય અનુસાર આ મૅચ સવારે ૫.૩૦ વાગ્યે શરૂ થશે, પણ ભારતમાં એનું લાઇવ ટેલિકાસ્ટ થશે નહીં. બીજી મૅચ સાતથી ૧૦ નવેમ્બર દરમ્યાન રમાશે.

