ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર થયેલા ઈશાન કિશને સ્થાનિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં વાપસી કરી છે
ઈશાન કિશન
ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર થયેલા ઈશાન કિશને સ્થાનિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં વાપસી કરી છે. ઝારખંડની રણજી ટીમનો આ કૅપ્ટન ઑસ્ટ્રેલિયા ટૂર પર સિનિયર ટીમમાં નહીં પણ ઇન્ડિયા-A ટીમના સભ્ય તરીકે જશે. ઑસ્ટ્રેલિયા-A ટીમ સામે રમાનારી બે ફર્સ્ટ ક્લાસ મૅચ માટે ઋતુરાજ ગાયકવાડ કૅપ્ટન અને અભિમન્યુ ઈશ્વરન વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.
૩૧ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર વચ્ચે બે ચાર-દિવસીય મૅચ રમ્યા બાદ ઇન્ડિયા-A ટીમ ભારતની સિનિયર ટીમ સામે ૧૫થી ૧૭ નવેમ્બર વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમશે જે બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ભારતીય સિનિયર ટીમ માટે એક વૉર્મ-અપ મૅચ સમાન હશે.

