Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તૈયાર થઈ જાઓ નવાનક્કોર વિશ્વવિજેતાની તાજપોશી માટે

તૈયાર થઈ જાઓ નવાનક્કોર વિશ્વવિજેતાની તાજપોશી માટે

Published : 02 November, 2025 09:56 AM | Modified : 02 November, 2025 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈમાં આજે તેરમા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનો આ ફાઇનલ જંગ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનો આ ફાઇનલ જંગ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે


૭ વાર વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયાને હરાવીને ભારત અને ૪ વાર ચૅમ્પિયન બનનાર ઇંગ્લૅન્ડને પછાડીને સાઉથ આફ્રિકા પહોંચ્યાં છે ફાઇનલમાં : ભારત ત્રીજી વાર ફાઇનલમાં, સાઉથ આફ્રિકા અગાઉ ત્રણ સેમી ફાઇનલ હાર્યા પછી પહેલી વાર ફાઇનલમાં : પહેલી વાર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વગર રમાશે ફાઇનલ : આ વખતે ગ્રુપ-સ્ટેજ મૅચમાં ભારતને હરાવી ચૂક્યું છે સાઉથ આફ્રિકા

નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આજે યજમાન ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તેરમા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે. સાઉથ આફ્રિકા પહેલી વખત અને ભારત ૨૦૦૫ અને ૨૦૧૭ બાદ ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમવા ઊતરશે. સૌથી વધુ વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનાં ટાઇટલ જીતનાર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડને હરાવીને અનુક્રમે ભારત અને સાઉથ આફ્રિકા આ ફાઇનલ જંગ સુધી પહોંચ્યાં છે. પહેલી વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વગર રમાશે. 




ગઈ કાલે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ફુટબૉલ રમતી અને પોતાના ડૉગી સાથે મસ્તી કરતી જેમિમા રૉડ્રિગ્સ.

વિમેન્સ ICC ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ ચોકર્સ તરીકે જાણીતી રહી છે. T20 વર્લ્ડ કપની છેલ્લી બન્ને સીઝનમાં સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલ મૅચમાં હારીને રનર-અપ રહી છે, જ્યારે વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ સેમી ફાઇનલ મૅચમાં હાર્યા બાદ ચોથા પ્રયાસે આ ટીમને પહેલી વખત ફાઇનલમાં પહોંચવામાં સફળતા મળી છે. 


વર્તમાન ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે કારમી હાર બાદ ટીમ ઇન્ડિયાની વાપસી અસંભવ હતી. જોકે કૅપ્ટન હરમનપ્રીત કૌરની ધાકડ ગર્લ્સના ધમાકેદાર પ્રદર્શનના આધારે ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી શાનદાર ટીમોને હરાવીને ભારત ચૅમ્પિયનના તાજની વધુ નજીક પહોંચ્યું છે. હરમનપ્રીત કૌર માટે કૅપ્ટન તરીકે વન-ડે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચવાની આ તેની છેલ્લી તક હોઈ શકે છે.

17 - આટલી વિકેટ સાથે ભારતની દીપ્તિ શર્મા વર્તમાન વર્લ્ડ કપની સંયુક્ત હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર છે. ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડની પણ આટલી જ વિકેટો છે

470- આટલા રન સાથે સાઉથ આફ્રિકાની લૉરા વૉલ્વાર્ટ વર્તમાન વર્લ્ડ કપની નંબર વન બૅટર છે. ભારતની સ્મૃતિ માન્ધના (૩૮૯ રન) બીજા ક્રમે છે. 

કોણ ક્યારે જીત્યું છે વર્લ્ડ કપ?
વર્ષ    વિનર    રનરઅપ
૧૯૭૩    ઇંગ્લૅન્ડ    ઑસ્ટ્રેલિયા
૧૯૭૮    ઑસ્ટ્રેલિયા    ઇંગ્લૅન્ડ
૧૯૮૨    ઑસ્ટ્રેલિયા    ઇંગ્લૅન્ડ
૧૯૮૮    ઑસ્ટ્રેલિયા    ઇંગ્લૅન્ડ
૧૯૯૩    ઇંગ્લૅન્ડ    ન્યુ ઝીલૅન્ડ
૧૯૯૭    ઑસ્ટ્રેલિયા    ન્યુ ઝીલૅન્ડ
૨૦૦૦    ન્યુ ઝીલૅન્ડ    ઑસ્ટ્રેલિયા
૨૦૦૫    ઑસ્ટ્રેલિયા    ભારત
૨૦૦૯    ઇંગ્લૅન્ડ    ન્યુ ઝીલૅન્ડ
૨૦૧૩    ઑસ્ટ્રેલિયા    વેસ્ટ ઇન્ડીઝ
૨૦૧૭    ઇંગ્લૅન્ડ    ભારત
૨૦૨૨    ઑસ્ટ્રેલિયા    ઇંગ્લૅન્ડ

 

ફાઇનલ મૅચમાં ચાર ચાંદ લગાવશે સુનિધિ ચૌહાણ, ૬૦ ડાન્સરનું ગ્રુપ, ડ્રોન-લેઝર શો અને આતશબાજી 

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની ક્લોઝિંગ સેરેમનીની માહિતી શૅર કરી હતી. ભારતની સ્ટાર સિંગર સુનિધિ ચૌહાણ ફાઇનલ મૅચમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે અને ધમાકેદાર મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપશે. પ્રખ્યાત કોરિયોગ્રાફર સંજય શેટ્ટીના માર્ગદર્શનમાં ૬૦ ડાન્સરનું ગ્રુપ પર્ફોર્મન્સ આપશે અને સ્પેશ્યલ-ઇફેક્ટ્સ આતશબાજીનો નઝારો પણ જોવા મળશે. ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઇનિંગ્સ બ્રેકમાં ડ્રોન શો અને લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

કેવો રહ્યો છે બન્ને ટીમનો રેકૉર્ડ? 
વન-ડે ફૉર્મેટમાં બન્ને ટીમ ૩૪ વખત સામસામે રમી છે, જેમાં ૨૦ વખત ભારત અને ૧૩ વખત સાઉથ આફ્રિકા જીત્યું છે. એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. છેલ્લે ૯ ઑક્ટોબરે વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજ મૅચમાં ભારતને આ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા પહેલી વખત આ ફૉર્મેટની મૅચ રમશે. ભારત અહીં ત્રણમાંથી બે વન-ડે મૅચ જીત્યું છે જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. 

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતની સફર 
 શ્રીલંકા સામે DLS મેથડથી ૫૯ રને જીત 
 પાકિસ્તાન સામે ૮૮ રને જીત 
 સાઉથ આફ્રિકા સામે ૩ વિકેટે હાર 
 ઑસ્ટ્રેલિયા સામે ૩ વિકેટે હાર 
 ઇંગ્લૅન્ડ સામે ૪ રને હાર 
 ન્યુ ઝીલૅન્ડ સામે DLS મેથડથી ૫૩ રને જીત 
 બંગલાદેશ સામેની મૅચ નો-રિઝલ્ટ રહી 
 ઑસ્ટ્રેલિયા સામે સેમી ફાઇનલમાં પાંચ વિકેટે જીત 

સાઉથ આફ્રિકાની વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની સફર 
 ઇંગ્લૅન્ડ સામે ૧૦ વિકેટે હાર 
 ન્યુ ઝીલૅન્ડ સામે ૬ વિકેટે જીત 
 ભારત સામે ૩ વિકેટે જીત 
 બંગલાદેશ સામે ૩ વિકેટે 
જીત 
 શ્રીલંકા સામે DLS મેથડથી ૧૦ વિકેટે જીત
 પાકિસ્તાન સામે  DLS મેથડથી ૧૫૦ રને જીત 
 ઑસ્ટ્રેલિયા સામે ૭ વિકેટે હાર 
 ઇંગ્લૅન્ડ સામે સેમી ફાઇનલમાં ૧૨૫ રને જીત 

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK