નકવીને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૨૩ ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આયોજિત ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે ચાર લાખ દિરહામ (૯૪ લાખ રૂપિયા)ની કિંમતની ૩૦ સીટર VIP હૉસ્પિટૅલિટી બૉક્સની ટિકિટ મળી હતી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચૅરમૅન મોહસિન નકવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચૅરમૅન મોહસિન નકવીને લઈને એક મોટી વાત સામે આવી રહી છે. અહેવાલ અનુસાર નકવીને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૨૩ ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આયોજિત ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે ચાર લાખ દિરહામ (૯૪ લાખ રૂપિયા)ની કિંમતની ૩૦ સીટર VIP હૉસ્પિટૅલિટી બૉક્સની ટિકિટ મળી હતી, પરંતુ તેમણે એ ટિકિટ વેચીને જનરલ ગૅલરીમાંથી મૅચ જોવાનું નક્કી કર્યું છે. નકવીએ ICC અને અમીરાત ક્રિકેટ બોર્ડને કહ્યું છે કે તેઓ દર્શકો સાથે બેસીને મૅચ જોશે અને અનુભવ કરશે કે તેઓ પાકિસ્તાન માટે કેવી રીતે ઉત્સાહિત થાય છે. અહેવાલ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ફન્ડ માટે તેમણે ૩૦ સીટર VIP હૉસ્પિટૅલિટી બૉક્સની ટિકિટ વેચી દીધી છે.

