IND vs AUS:પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે 68 બૉલમાં શાનદાર ફિફ્ટી ફટકાર્યા. જાડેજાએ ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 23મી અને 27મી ઓવરમાં લાબુશેન અને જોશ ઇંગ્લિસને આઉટ કરીને ત્રીજી અને ચોથી વિકેટ માટે બે વાર તેમની પાર્ટનરશિપ તોડી.
રવિન્દ્ર જાડેજાને ફિલ્ડિંગ દરમિયાન હાથ પર ઈજા થઈ હતી (તસવીર: પીટીઆઇ)
દુબઈ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની સેમિફાઇનલ મૅચમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. કંગારુઓએ ટૉસ જીતી બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે મૅચની પહેલી ઇનિંગ દરમિયાન એક એવી ઘટના બની હતી જેને કારણે મેદાન પર તણાવભર્યો માહોલ સર્જાયો હતો. કારણ કે આ ઘટના ભારતના ટોચના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે બન્યો અને તે ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના 19મી ઓવરમાં બની હતી જ્યારે જાડેજા બૉલિંગ કરવાની તૈયારી કરી રહ્યો હતો, તે દરમિયાન શરૂઆતમાં માહોલ શાંત હતો જોકે તે ઝડપથી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ફેરવાઇ ગયો હતો.
તો થયું એમ કે મૅચના અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે ભારતીય ઓલરાઉન્ડર જાડેજાના હાથ પર પટ્ટી જોતાં તેને બૉલિંગ કરતાં રોક્યો હતો. અમ્પાયરે જાડેજાને આ પટ્ટી હટાવવા વિનંતી કરી હતી, જેના કારણે બન્ને વચ્ચે થોડી બોલાચાલી થઈ. જોકે જાડેજાએ અમ્પાયરને સમજાવ્યું હતું કે તેને હાથમાં ઈજા થતાં તેણે આ પટ્ટી લગાવી છે, પરંતુ ઇલિંગવર્થે અડગ રહીને આ પટ્ટીને હટાવવાનું કહ્યું હતું. ભારતીય ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે થોડીવાર ખચકાટ ચાલી હતી. જોકે પછીથી જાડેજાએ અમ્પાયરના નિર્દેશનું પાલન કર્યું અને તેના હાથ પરથી ટેપ કાઢી હતી.
ADVERTISEMENT
Umpire asked Jadeja to remove the protection tape. pic.twitter.com/y5DsmHvnXN
— Radha (@Rkc1511165) March 4, 2025
સ્ટેડિયમમાં લાગેલા કૅમેરામાં જોવા મળ્યું હતું કે જાડેજાને હાથ પર ઈજાના નિશાન હતા, અને તે જગ્યાએથી લોહી પણ નીકળતું હતું. આ દરમિયાન નૉન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલા ઑસ્ટ્રેલિયામાં માર્નસ લાબુશેન અમ્પાયરની નજીક જતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો અને શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ વધુ તીવ્ર બની હતી. ખેલાડીઓ અને ચાહકો બન્ને નજીકથી જોઈ રહ્યા હતા, આગામી પગલાં વિશે અનિશ્ચિત હતા તે દરમિયાન માહોલમાં તણાવ જણાઈ રહ્યો હતો. મેદાન પર પોતાના સંયમ માટે જાણીતા જાડેજાએ પરિસ્થિતિને શાંતિથી સંભાળી હતી, પરંતુ આ ઘટનાએ આ મહત્ત્વના મુકાબલામાં થોડો ડ્રામા ઉમેર્યો હતો.
પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે 68 બૉલમાં શાનદાર ફિફ્ટી ફટકાર્યા. જાડેજાએ ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 23મી અને 27મી ઓવરમાં લાબુશેન અને જોશ ઇંગ્લિસને આઉટ કરીને ત્રીજી અને ચોથી વિકેટ માટે બે વાર તેમની પાર્ટનરશિપ તોડી. અગાઉ, મોહમ્મદ શમીએ ત્રીજી ઓવરમાં કૂપર કોનોલીને આઉટ કર્યો હતો જ્યારે 9મી ઓવરમાં ટ્રૅવિસ હૅડ રહસ્યમય સ્પિનર વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે બાદ હવે ભારતની બૅટિંગ શરૂ થઈ છે. જેમાં 27 ઓવર પૂર્ણ થતાં ભારતે 3 વિકેટ ગુમાવતાં 136 રન ફટકાર્યા છે. જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર આઉટ થાય છે, અને હવે વિરાટ કોહલી અને અક્ષર પટેલ બૅટિંગ કરી રહ્યા છે.


