Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-રૅન્કિંગમાં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહની પડતી; દેવદત્ત પડિક્કલની બઢતી

ટેસ્ટ-રૅન્કિંગમાં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહની પડતી; દેવદત્ત પડિક્કલની બઢતી

Published : 03 September, 2026 12:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ICCના તાજેતરના ટેસ્ટ રૅન્કિંગમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને નુકસાન થયું છે. ગિલ બે સ્થાન નીચે નવમા ક્રમે પહોંચ્યો છે, જ્યારે શ્રીલંકા સામે ૩૨૮ રન બનાવનાર દેવદત્ત પડિક્કલ પાંચ સ્થાનના ઉછાળા સાથે ૫૪મા ક્રમે પહોંચ્યો છે.

શુભમન ગિલ અને દેવદત્ત પડિકલ

શુભમન ગિલ અને દેવદત્ત પડિકલ


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે ગઈ કાલે જાહેર કરેલા ટેસ્ટ-રૅન્કિંગમાં કૅપ્ટન શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને નુકસાન થયું છે, જ્યારે શ્રીલંકન સિરીઝમાં શાનદાર ફૉર્મ બતાવનાર દેવદત્ત પડિક્કલને ફાયદો થયો છે. 
શ્રીલંકા સામેની સિરીઝમાં માત્ર એક હાફ સેન્ચુરી ફટકારી શકનાર ગિલ બે સ્થાનની પડતી સાથે નવમા નંબરે પહોંચી ગયો છે. બૅટરોમાં સાતમા નંબર સાથે રિષભ પંત ભારતનો બેસ્ટ રૅન્કિંગ બૅટર તરીકે જળવાઈ રહ્યો હતો. યશસ્વી જાયસવાલ ટૉપ ૧૦ની બહાર ૧૧મા નંબરે જ રહ્યો છે, પણ લંકન સિરીઝમાં બન્ને મૅચમાં સેન્ચુરી સાથે ૩૨૮ રન ફટકારનાર દેવદત્ત પડિક્કલને એનું ફળ મળ્યું છે અને પાંચ સ્થાનના પ્રમોશન સાથે તે ૫૪મા નંબરે પહોંચી ગયો છે. 
ઇન્જરીને લીધે શ્રીલંકન સિરીઝ ગુમાવનાર પેસ બોલર જસપ્રીત બુમરાહ બોલરોમાં તેનું બીજા ક્રમાંકનું સ્થાન ગુમાવીને ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ન્યુ ઝીલૅન્ડનો મૅટ હેન્રી બીજા નંબરે પહોંચી ગયો છે. ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કે તેનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK