ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા નંબર વન ઑલરાઉન્ડર બન્યો
શિવમ દુબેની ફાઇલ તસવીર
આજે ઝિમ્બાબ્વે સામે સુપર 8ની કરો યા મરો મૅચ પહેલાં ગઈ કાલે ભારતીય પ્લેયર્સનો આત્મવિશ્વાસ વધારે એવી ICC T20 રૅન્કિંગ સામે આવી હતી. સાધારણ પ્રદર્શન છતાં અભિષેક શર્માએ બૅટર્સના રૅન્કિંગમાં ૮૭૭ રૅન્કિંગ પૉઇન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈશાન કિશન (૭૪૨ પૉઇન્ટ)એ ૩ ક્રમના ઉછાળા સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૭૪૦ પૉઇન્ટ) છઠ્ઠા ક્રમે જળવાઈ રહ્યો છે. જોકે તિલક વર્મા (૭૩૦ પૉઇન્ટ) ચોથાથી સાતમા ક્રમે પહોંચી ગયો છે.
શિવમ દુબે (૨૧૬ પૉઇન્ટ)એ ઑલરાઉન્ડરના લિસ્ટમાં બે સ્થાનના ફાયદા સાથે સાતમો ક્રમ મેળવ્યો છે. હાર્દિક પંડ્યા (૨૭૨ પૉઇન્ટ) ત્રીજા ક્રમે જળવાઈ રહ્યો છે. પાકિસ્તાનના સાઇમ અયુબ (૨૮૧ પૉઇન્ટ)ને પછાડીને સિકંદર રઝા (૨૯૪ પૉઇન્ટ) એક સ્થાનના ફાયદા સાથે નંબર વન ઑલરાઉન્ડર બન્યો છે.
ADVERTISEMENT
T20 બૉલર્સના લિસ્ટમાં સ્પિનર વરુણ ચક્રવર્તી (૭૯૦ પૉઇન્ટ) પહેલા નંબરે જ છે. પેસ બોલર જસપ્રીત બુમરાહ (૬૬૯ પૉઇન્ટ) સાત સ્થાનના ફાયદા સાથે આઠમા ક્રમે પહોંચ્યો છે.
