Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમે બંગલાદેશ સાથે ઊભા છીએ, મૅચ નહીં રમવાનો નિર્ણય સમજી-વિચારીને જ લીધો છે

અમે બંગલાદેશ સાથે ઊભા છીએ, મૅચ નહીં રમવાનો નિર્ણય સમજી-વિચારીને જ લીધો છે

Published : 06 February, 2026 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર કરવા વિશે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું...

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ


પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર કરવાના પાકિસ્તાન સરકારના નિર્ણયને સાચો ગણાવ્યો છે. તેમણે પ્રધાનો અને અધિકારીઓ સાથેની એક મીટિંગમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં સ્પષ્ટ અને કોઈ પણ શંકા વિનાનું વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે નહીં રમે. પાકિસ્તાન માને છે કે રમતગમત અને રાજકારણ અલગ હોવાં જોઈએ. આ સિદ્ધાંત સાથે અમે સંપૂર્ણપણે બંગલાદેશ સાથે ઊભા છીએ.’

ભારતનો વિરોધ કરીને પાકિસ્તાનની જનતાનાં દિલ જીતવાના પાકિસ્તાની સરકારના આ નાટકથી ભવિષ્યમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારે નુકસાન ભોગવવું પડશે.



કૅપ્ટન્સ ડેની પ્રેસ-કૉન્ફરન્સમાં પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા


ભારત સામેની મૅચ અમારા નિયંત્રણમાં નથી. એ સરકારનો નિર્ણય છે અને અમે એનો આદર કરીએ છીએ. તેઓ જે કહેશે એ અમે કરીશું. અમે બાકીની ત્રણ મૅચ રમવા ઉત્સાહી છીએ.

કૅપ્ટન્સ ડેની પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ


અમારી ફ્લાઇટ બુક થઈ ગઈ છે અને અમે કોલંબો જઈ રહ્યા છીએ. અમે એશિયા કપમાં પાકિસ્તાન સામે સારું ક્રિકેટ રમીને બધી મૅચ જીત્યા છીએ. આશા છે કે કોલંબોમાં પણ તેમની સામે રમવાની તક મળે.

ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા

ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના વડા પ્રધાનના નિવેદન વિશે કાંઈ કહેવાની જરૂર નથી. આ મૅચ વિશે ICCએ નિર્ણય લેવાનો છે. ICC જે કહેશે એનું અમે પાલન કરીશું. 

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK