Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફેબ્રુઆરીમાં ફુટબૉલ મૅચ જોવા સ્પેન જવાનો અને રમઝાન માટેનો પ્લાન હતો મોહમ્મદ સિરાજનો

ફેબ્રુઆરીમાં ફુટબૉલ મૅચ જોવા સ્પેન જવાનો અને રમઝાન માટેનો પ્લાન હતો મોહમ્મદ સિરાજનો

Published : 09 February, 2026 10:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ બાદની પ્રૅસ-કૉન્ફરન્સમાં તેણે ખુલાસો કર્યો હતો

ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચના મેડલ સાથે મોહમ્મદ સિરાજ

ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચના મેડલ સાથે મોહમ્મદ સિરાજ


અમેરિકા સામેની મૅચમાં ૨૯ રન આપીને ૩ વિકેટ લેવા બદલ પેસ બોલર મોહમ્મદ સિરાજને ડ્રેસિંગ રૂમમાં ઇમ્પેક્ટ પ્લેયર ઑફ ધ મૅચનો મેડલ મળ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી મળતી માહિતી અનુસાર શુક્રવારે હર્ષિત રાણાના સ્થાને T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સ્થાન મેળવવાની જાહેરાત થયા બાદ તે મુંબઈમાં શનિવારે પરોઢિયે બે વાગ્યે લૅન્ડ થયો હતો અને એ જ દિવસે સાંજે વાનખેડે સ્ટેડિયમમાં બૉલથી જબરદસ્ત ધમાલ મચાવી હતી.

મૅચ બાદની પ્રૅસ-કૉન્ફરન્સમાં તેણે ખુલાસો કર્યો હતો કે ‘કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મને ફોન કરીને કહ્યું કે મિયાં, બૅગ પૅક કર કે આજા. ત્યારે મને એ વાત મજાક લાગી, પરંતુ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાએ માહિતી આપી ત્યારે સ્પષ્ટતા મળી. હું આ મહિનામાં ફૅમિલી સાથે રમઝાન માટેનો પ્લાન બનાવી રહ્યો હતો. હું ૧૫ ફેબ્રુઆરીએ રીઅલ માડ્રિડની ફુટબૉલ મૅચ જોવા સ્પેન જવાનો હતો. જોકે ઉપરવાળાએ મારા માટે અલગ જ પ્લાન બનાવ્યો હતો.’



ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી મળતા બ્રેક દરમ્યાન ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હોવાથી મોહમ્મદ સિરાજ મેદાન પર શાનદાર લયમાં જોવા મળ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK