વિમેન્સ કૅટેગરીમાં ભારતની અન્ડર-19 ટીમની ઓપનિંગ બૅટર ત્રિશા ગોંગાડી, ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર બેથ મૂની અને વેસ્ટ ઇન્ડીઝની સ્પિનર કરિશ્મા રામહરકે સ્થાન મેળવ્યું છે.
વરુણ ચક્રવર્તી, ત્રિશા ગોંગાડી
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મેન્સ અને વિમેન્સ ક્રિકેટર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે નૉમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. મેન્સ કૅટેગરીમાં ભારતનો મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી, વેસ્ટ ઇન્ડિઝનો સ્પિનર જોમેલ વૉરિકન અને પાકિસ્તાનનો નોમાન અલી અવૉર્ડ જીતવાની રેસમાં છે. વિમેન્સ કૅટેગરીમાં ભારતની અન્ડર-19 ટીમની ઓપનિંગ બૅટર ત્રિશા ગોંગાડી, ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર બેથ મૂની અને વેસ્ટ ઇન્ડીઝની સ્પિનર કરિશ્મા રામહરકે સ્થાન મેળવ્યું છે.
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૭.૬૬ના ઇકૉનૉમી-રેટથી ૧૪ વિકેટ લઈ પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો, જ્યારે અન્ડર-19 T20 વિમેન્સ વર્લ્ડ કપમાં પહેલી સેન્ચુરી કરનાર ત્રિશા ગોંગાડી ૩૦૯ રન ફટકારીને અને ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની હતી. ૨૦૨૫ના પહેલા જ મહિનામાં અવૉર્ડની રેસમાં આવીને આ ભારતીય પ્લેયર્સે ભારતીય ક્રિકેટનો દબદબો જાળવી રાખ્યો છે.

