આ સ્ટેડિયમ મૂળ તો નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીનું હોમગ્રાઉન્ડ હશે
આ સ્ટેડિયમ મૂળ તો નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીનું હોમગ્રાઉન્ડ હશે
લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સ માટે ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ અમેરિકાના કૅલિફૉર્નિયાના પોમોનામાં શરૂ થયું છે. આ સ્ટેડિયમ મૂળ તો મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સનું હોમ ગ્રાઉન્ડ છે. આ સ્ટેડિયમમાં જ ૧૨૮ વર્ષ બાદ ઑલિમ્પિક્સમાં વાપસી કરી રહેલી T20 ક્રિકેટની મૅચોનું પણ આયોજન થશે એ વાતની પુષ્ટિ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કરી છે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંજોગ ગુપ્તાએ ભૂમિપૂજન સમારોહ દરમ્યાન કહ્યું કે ‘લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સ માટે આ સ્ટેડિયમ ક્રિકેટનું ઘર બનશે. ક્રિકેટ માટેના આ મોટા યોગદાન માટે હું નાઇટ રાઇડર્સ ટીમનો આભાર માનું છું.’ ૨૦૨૮માં પુરુષ અને મહિલા T20 ક્રિકેટની ઇવેન્ટનો પ્રારંભ ૧૨ જુલાઈએ આ ટુર્નામેન્ટની શરૂઆતના બે દિવસ પહેલાં જ થઈ જશે.
