દિલ્હીનો સ્ટાર બૅટર વિરાટ કોહલી રેલવેઝ સામે પોતાની ડોમેસ્ટિક ક્રિકેટની કમબૅક મૅચમાં ૧૫ બૉલમાં ૬ રનના સ્કોર પર આઉટ થયો હતો
દિલ્હીના ડ્રેસિંગ રૂમમાં કિંગ કોહલી પાસેથી બૉલ પર ઑટોગ્રાફ લીધો હિમાંશુ સાંગવાને.
દિલ્હીનો સ્ટાર બૅટર વિરાટ કોહલી રેલવેઝ સામે પોતાની ડોમેસ્ટિક ક્રિકેટની કમબૅક મૅચમાં ૧૫ બૉલમાં ૬ રનના સ્કોર પર આઉટ થયો હતો. તેને આઉટ કરનાર હિમાંશુ સાંગવાને એ જ બૉલ પર મૅચ બાદ કોહલીનો ઑટોગ્રાફ લીધો હતો. દિલ્હીના ડ્રેસિંગ રૂમમાં કોહલીએ તેની બોલિંગની પ્રશંસા કરી હતી. ૨૯ વર્ષના આ ફાસ્ટ બોલરે સોશ્યલ મીડિયા પર કહ્યું કે ‘કોહલીને કારણે જ હું ક્રિકેટ રમતો થયો. તે મારો આદર્શ છે. તેની વિકેટ મારી કરીઅરની યાદગાર વિકેટ છે.’
હિમાંશુએ પણ ઉલ્લેખ કર્યો કે આ ઘટનાને કારણે વિરાટ કોહલીના કેટલાક ફૅન્સ તેના અને તેની ફૅમિલી સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે.

