ફોટો પોસ્ટમાં તે પોતાના દીકરા અગસ્ત્ય અને મોટા ભાઈ કૃણાલ પંડ્યાના બે દીકરાને સંભાળતો જોવા મળ્યો હતો. તે બાળકો સાથે બ્રેકફાસ્ટ, ધિંગામસ્તી, સ્ટોરીબુક વાંચતો અને ઘરના મંદિરમાં પૂજા-પાઠ કરતો જોવા મળ્યો હતો
હાર્દિક પંડ્યા દીકરા અગસ્ત્ય અને મોટા ભાઈ કૃણાલ પંડ્યાના બે દીકરાને સંભાળતો જોવા મળ્યો હતો
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર કેટલાક ક્યુટ ફોટો શૅર કર્યા હતા. આ ફોટો પોસ્ટમાં તે પોતાના દીકરા અગસ્ત્ય અને મોટા ભાઈ કૃણાલ પંડ્યાના બે દીકરાને સંભાળતો જોવા મળ્યો હતો. તે બાળકો સાથે બ્રેકફાસ્ટ, ધિંગામસ્તી, સ્ટોરીબુક વાંચતો અને ઘરના મંદિરમાં પૂજા-પાઠ કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટથી મળેલા બ્રેકમાં હાર્દિક ઘરના સભ્યો સાથે વધુ સમય પસાર કરી રહ્યો છે.


