ટેસ્ટ-રિટાયરમેન્ટ બાદ વિરાટ કોહલીને હરભજન સિંહની દીકરીએ મેસેજ કર્યો
વિરાટ કોહલી સાથે ભજ્જીની દીકરી હિનાયાનો ફાઇલ ફોટો.
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અને હાલના કૉમેન્ટેટર હરભજન સિંહે એક ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલીના રિટાયરમેન્ટ વિશે ઇમોશનલ કિસ્સો શૅર કર્યો છે. વિરાટ કોહલીના ટેસ્ટ-રિટાયરમેન્ટ વિશે વાત કરતાં સમયે ભજ્જીએ ખુલાસો કર્યો કે ‘મારી દીકરીએ મને કહ્યું... પપ્પા, વિરાટ કોહલીએ નિવૃત્તિ કેમ લીધી? હું તેને મેસેજ કરવા માગું છું. હિનાયા (દીકરી)એ પોતે કોહલીને મેસેજ કર્યો કે હું હિનાયા છું, તમે નિવૃત્તિ કેમ લીધી? કોહલીએ જવાબ આપ્યો કે બેટા, સમય આવી ગયો હતો.’
ભજ્જીની ઑલમોસ્ટ નવ વર્ષની દીકરીનો આ કિસ્સો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.


