ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગ પણ KKRના કોચિંગ સ્ટાફનો ભાગ બને એવી શક્યતા છે.
જૅક કૅલિસ
IPL 2024ની ચૅમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે આગામી સીઝન પહેલાં યોગ્ય મેન્ટર અને કોચિંગ સ્ટાફ શોધવાનો પડકાર છે. હાલમાં ટીમના સપોર્ટ સ્ટાફમાં માત્ર હેડ કોચ ચંદ્રકાન્ત પંડિત અને બોલિંગ કોચ ભરત અરુણ જ છે. મેન્ટર ગૌતમ ગંભીર, બૅટિંગ કોચ અભિષેક નાયર અને ફીલ્ડિંગ કોચ રાયન ટેન ડોશહાત ભારતીય કોચિંગ સ્ટાફમાં સામેલ થઈ ગયા છે.
અહેવાલો અનુસાર સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડર જૅક કૅલિસ KKRનો નવો મેન્ટર બની શકે છે. તે ૨૦૧૧થી ૨૦૧૪ સુધી આ ટીમ માટે રમ્યો હતો, જ્યારે ૨૦૧૫માં તે ટીમનો હેડ કોચ અને બૅટિંગ સલાહકાર હતો. ૪૮ વર્ષનો જૅક કૅલિસ મેન્ટર તરીકે ગૌતમ ગંભીરની જગ્યાએ લે એવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગ પણ KKRના કોચિંગ સ્ટાફનો ભાગ બને એવી શક્યતા છે.