Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વસીમ જાફર હૈદરાબાદની ડોમેસ્ટિક ટીમનો મેન્ટર બન્યો

વસીમ જાફર હૈદરાબાદની ડોમેસ્ટિક ટીમનો મેન્ટર બન્યો

Published : 01 July, 2026 03:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ભારતીય એવો વસીમ જાફર આગામી બે વર્ષ સુધી આ પદ સંભાળશે

વસીમ જાફર

વસીમ જાફર


મુંબઈના ૪૮ વર્ષના વસીમ જાફરને હૈદરાબાદ ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ભારતીય એવો વસીમ જાફર આગામી બે વર્ષ સુધી આ પદ સંભાળશે.

અહેવાલ અનુસાર વસીમ જાફરની નિમણૂક અંબાતી રાયુડુના કહેવા પર કરવામાં આવી છે. અંબાતી રાયુડુ હાલમાં જ હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનનો ક્રિકેટ ડિરેક્ટર બન્યો છે. બે વખતનું રણજી ટ્રોફી ચૅમ્પિયન (૧૯૩૭-’૩૮ અને ૧૯૮૬-’૮૭) હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યું છે.



ભારત માટે ૩૧ ટેસ્ટ-મૅચ અને બે વન-ડે રમી ચૂકેલો વસીમ જાફર ડોમેસ્ટિક કોચિંગ સર્કિટમાં અનુભવી છે. તેણે અગાઉ ઉત્તરાખંડનું કોચિંગ કર્યું હતું અને ગઈ સીઝનમાં તે વિદર્ભ બૅટિંગ સલાહકાર હતો. તેણે બંગલાદેશ ક્રિકેટ ટીમ અને IPLમાં પંજાબ કિંગ્સ સાથે પણ કામ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK