Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફ્લૉપ રહેલા સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, ગ્લેન મૅક્સવેલ ટીમમાંથી રિલીઝ

ફ્લૉપ રહેલા સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, ગ્લેન મૅક્સવેલ ટીમમાંથી રિલીઝ

Published : 16 November, 2025 11:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેડ ડિલની જાહેરાત બાદ ગઈ કાલે સાંજે દરેક ટીમે રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ જાહેર કર્યું હતું

આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, ગ્લેન મૅક્સવેલ

આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, ગ્લેન મૅક્સવેલ


IPL 2025માં ટીમની અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરનાર સ્ટાર પ્લેયર્સને આગામી સીઝન પહેલાં રિલીઝ કરવામાં આવ્યા છે. ટ્રેડ ડિલની જાહેરાત બાદ ગઈ કાલે સાંજે દરેક ટીમે રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ રિલીઝ થયેલા પ્લેયર્સ આગામી મહિનામાં યોજાનારા મિની ઑક્શનમાં જોવા મળશે.

કોલકાતા નાઇટ રાઇડર્સે આન્દ્રે રસેલ અને વેન્કટેશ ઐયર જેવા કરોડો રૂપિયાની કિંમત ધરાવતા ઑલરાઉન્ડર સહિત ૧૦ પ્લેયર્સને રિલીઝ કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે અનુભવી સ્પિનર કર્ણ શર્મા અને યંગ સ્પિનર વિજ્ઞેશ પુથુર સહિત ૧૨ પ્લેયર્સને રિલીઝ કર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે પણ ડેવોન કૉન્વે, રાચિન રવીન્દ્ર, મથીશા પથીરાણા સહિત ૧૨ પ્લેયર્સને રિલીઝ કર્યા.



રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે લિયામ લિવિંગસ્ટન, લુન્ગી ઍ​​​ન્ગિડી સહિત ૮ પ્લેયર્સને છોડ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સે ડેવિડ મિલર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ સહિત ૮ પ્લેયર્સ છોડ્યા છે. રાજસ્થાન રૉયલ્સે પણ વાનિન્દુ હસરંગા સહિત ૮ પ્લેયર્સ છોડ્યા.


સનરાઇઝર્સ હૈદરાબાદે સ્ટાર ક્રિકેટર ઍડમ ઝૅમ્પા, વિયાન મુલ્ડર સહિત ૭ પ્લેયર્સને રિલીઝ કર્યા છે. દિલ્હી કૅપિટલ્સે  મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસી, જૅક ફ્રેઝર-મૅકગર્ક સહિત ૭ પ્લેયર્સ છોડ્યા છે. ગુજરાત ટાઇટન્સે દાસુન શનાકા સહિત ૬ પ્લેયર્સને છોડ્યા છે, જ્યારે પંજાબ કિંગ્સ જૉશ ઇંગ્લિસ, ગ્લેન મૅક્સવેલ સહિત પાંચ પ્લેયર્સને રિલીઝ કર્યા છે. 

મિની ઑક્શન માટે કઈ ટીમ પાસે કેટલી જગ્યા બાકી? 
કલકત્તા - ૧૩, હૈદરાબાદ - ૧૦, રાજસ્થાન - ૯, ચેન્નઈ - ૯, દિલ્હી - ૮, બૅન્ગલોર - ૮, લખનઉ - ૬, મુંબઈ - ૫, ગુજરાત - ૫, પંજાબ - ૪


મિની ઑક્શન માટે કઈ ટીમ પાસે કેટલું બજેટ બાકી?
કલકત્તા : ૬૪.૩૦ કરોડ, ચેન્નઈ : ૪૩.૪૦ કરોડ, હૈદરાબાદ : ૨૫.૫૦ કરોડ, લખનઉ : ૨૨.૯૫ કરોડ, દિલ્હી : ૨૧.૮૦ કરોડ, બૅન્ગલોર : ૧૬.૪૦ કરોડ, રાજસ્થાન : ૧૬.૦૫ કરોડ, ગુજરાત : ૧૨.૯૦ કરોડ, પંજાબ : ૧૧.૫૦ કરોડ, મુંબઈ : ૨.૭૫ કરોડ

કઈ ટીમે કોને રિલીઝ કર્યા?

કોલકાતા નાઇટ રાઇડર્સ : આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, ક્વિન્ટન ડી કૉક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, લવલીથ સિસોદિયા, મોઇન અલી, સ્પેન્સર જૉન્સન, ચેતન સાકરિયા, ઍન્રિક નૉર્ટજે, મયંક માર્કન્ડે (ટ્રેડ)

મુંબઈ ઇન્ડિયન્સ : બેવૉન જેકબ્સ, વિજ્ઞેશ પુથુર, કે. એલ. શ્રીજીથ, કર્ણ શર્મા, લિઝાડ વિલિયમ્સ, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહમાન, રીસ ટોપ્લી, અર્જુન તેન્ડુલકર (ટ્રેડ)

ગુજરાત ટાઇટન્સ : કરીમ જનત, દાસુન શનાકા, મહિપાલ લોમરોર, ગેરાલ્ડ કોએત્ઝી, કુલવંત ખેજરોલિયા, શરફેન રુધરફોર્ડ (ટ્રેડ)

ચેન્નઈ સુપર કિંગ્સ : ડેવોન કૉન્વે, રાચિન રવીન્દ્ર, મથીશા પથીરાણા, દીપક હુડા, વિજય શંકર, રાહુલ ત્રિપાઠી, આન્દ્રે સિદ્ધાર્થ, વંશ બેદી, શેખ રશીદ, કમલેશ નાગરકોટી, રવીન્દ્ર જાડેજા (ટ્રેડ), સૅમ કરૅન (ટ્રેડ) 

સનરાઇઝર્સ હૈદરાબાદ : ઍડમ ઝૅમ્પા, રાહુલ ચહર, વિયાન મુલ્ડર, અભિનવ મનોહર, અથર્વ તાયડે, સચિન બેબી, મોહમ્મદ શમી (ટ્રેડ)

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર : સ્વસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટન, લુન્ગી ઍન્ગિડી, ટિમ સાઇફર્ટ, મનોજ ભંડાગે, બ્લેસિંગ મુઝરબાની, મોહિત રાઠી

દિલ્હી કૅપિટલ્સ : મોહિત શર્મા,  ફાફ ડુ પ્લેસી, જૅક ફ્રેઝર-મૅકગર્ક, માનવંત કુમાર, દર્શન નલકાંડે, સિદીકુલ્લાહ અટલ, ડોનોવન ફરેરા (ટ્રેડ)

પંજાબ કિંગ્સ : જૉશ ઇંગ્લિસ, ઍરોન હાર્ડી, ગ્લેન મૅક્સવેલ, કુલદીપ સેન, પ્રવીણ દુબે

લખનઉ સુપર જાયન્ટ્સ : ડેવિડ મિલર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ, આર્યન જુયાલ, શમર જોસેફ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, શાર્દૂલ ઠાકુર (ટ્રેડ)

રાજસ્થાન રૉયલ્સ : આકાશ મધવાલ, અશોક શર્મા, ફઝલ ફારુકી, કુમાર કાર્તિકેય, વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષણા, કુણાલ સિંહ રાઠોડ, સંજુ સૅમસન (ટ્રેડ).

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK