ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ૪.૨ ઓવરમાં ૫૦ રન બનાવીને પોતાનો ૩૦ વર્ષ જૂનો રેકૉર્ડ સુધાર્યો હતો
બેન ડકેટ અને ઓલી પોપે ૪.૨ ઓવરમાં ૫૦ રનની ભાગીદારી કરી હતી.
૧૨ વર્ષ બાદ દિગ્ગજ બોલરો સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસન વગર ટેસ્ટ મૅચ રમવા ઊતરનાર ઇંગ્લૅન્ડની ટીમે ઇતિહાસ રચ્યો હતો. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ૪.૨ ઓવરમાં ૫૦ રન બનાવીને પોતાનો ૩૦ વર્ષ જૂનો રેકૉર્ડ સુધાર્યો હતો. ઇંગ્લૅન્ડે ૧૯૯૪માં સાઉથ આફ્રિકા સામે ૪.૩ ઓવરમાં ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. ઇંગ્લૅન્ડે ત્રીજા જ બોલે ઝૅક ક્રૉલીની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ઓપનર બેન ડકેટ (૩૩ રન) અને ઓલી પોપ (૧૬ રન)એ મળીને ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી ટેસ્ટમૅચમાં પહેલા દિવસે ટી-બ્રેક પહેલાં ઇંગ્લૅન્ડે ૨૦૦ પ્લસ રન ફટકારી દીધા હતા.
ટેસ્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટી
ઇંગ્લૅન્ડ : વેસ્ટ ઇન્ડીઝ સામે ૪.૨ ઓવરમાં (૨૦૨૪)
ઇંગ્લૅન્ડ : સાઉથ આફ્રિકા સામે ૪.૩ ઓવરમાં (૧૯૯૪)
ઇંગ્લૅન્ડ : ઇંગ્લૅન્ડ-શ્રીલંકા સામે પાંચ ઓવરમાં (૨૦૦૨)
શ્રીલંકા : પાકિસ્તાન સામે ૫.૨ ઓવરમાં (૨૦૦૪)
ભારત : ઇંગ્લૅન્ડ સામે ૫.૩ ઓવરમાં (૨૦૦૮)
ભારત : વેસ્ટ ઇન્ડીઝ સામે ૫.૩ ઓવરમાં (૨૦૨૩)


