સમરસેટ અને હૅમ્પશર વચ્ચેની 2024 કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડનો શોએબ બશીર એક વિચિત્ર ઘટનાને કારણે બોલ્ડ થવા છતાં નૉટઆઉટ જાહેર થયો હતો
બોલિંગ સમયે અમ્પાયર પાસે પડ્યો હતો બોલરનો રૂમાલ
સમરસેટ અને હૅમ્પશર વચ્ચેની 2024 કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડનો શોએબ બશીર એક વિચિત્ર ઘટનાને કારણે બોલ્ડ થવા છતાં નૉટઆઉટ જાહેર થયો હતો. હૅમ્પશર તરફથી રમતા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાઇલ ઍબૉટ સામે ક્લીન બોલ્ડ થયો હતો. (ENG vs SA) જોકે નૉન-સ્ટ્રાઇકરના છેડે ઍબૉટના ટ્રૅક પેન્ટ પરથી રૂમાલ પડી ગયો હોવાથી ઑન-ફીલ્ડ અમ્પાયરે ડેડ-બૉલ જાહેર કરીને બશીરને નૉટઆઉટ આપ્યો હતો. નિયમો અનુસાર જ્યારે સ્ટ્રાઇકર કોઈ અવાજ કે હલનચલન અથવા અન્ય કોઈ પણ રીતે બૉલની ડિલિવરી પહેલાં વિચલિત થાય છે ત્યારે અમ્પાયર ડેડ-બૉલ જાહેર કરી શકે છે.