પહેલા દિવસના અંતે સેન્ટ્રલ ઝોને વિકેટ ગુમાવ્યા વગર ૫૦ રન કર્યા
કુમાર કાર્તિકેયે ચાર વિકેટ લીધી હતી
દુલીપ ટ્રોફી 2025ની ફાઇનલ મૅચના પહેલા દિવસથી કૅપ્ટન રજત પાટીદારની ટીમ સેન્ટ્રલ ઝોને પોતાનો દબદબો સ્થાપિત કરી લીધો છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગમાં ઊતરેલા સાઉથ ઝોને ૬૩ ઓવરમાં ૧૪૯ રનમાં પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સ ગ્રાઉન્ડમાં પહેલા દિવસના અંતે સેન્ટ્રલ ઝોને ૧૯ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના ૫૦ રન કર્યા હતા. સાઉથ ઝોન પાસે હજી ૯૯ રનની લીડ બચી છે.

ADVERTISEMENT
સારાંશ જૈને પાંચ વિકેટ લીધી હતી
સેન્ટ્રલ ઝોન તરફથી સ્પિનર્સ સારાંશ જૈન (૪૯ રનમાં પાંચ વિકેટ) અને કુમાર કાર્તિકેય (૫૩ રનમાં ચાર વિકેટ)એ એકલા હાથે હરીફ ટીમના બૅટર્સને હેરાન કર્યા હતા. સાઉથ ઝોનનો ઓપનર તન્મય અગરવાલ (૭૬ બૉલમાં ૩૧ રન) ટીમ તરફથી સૌથી વધુ રન બનાવીને રનઆઉટ થયો હતો. સેન્ટ્રલ ઝોનના ઓપનર્સે ડેનિશ માલેવાર (૬૪ બૉલમાં ૨૮ રન) અને અક્ષય વાડકરે (બાવન બૉલમાં ૨૦ રન) દિવસના અંત સુધી વિકેટ સાચવી રાખી હતી. બન્ને ઓપનર્સે ૩-૩ ફોર ફટકારી હતી.


