ગઈ કાલે બે ક્વૉર્ટર ફાઇનલ મૅચથી દુલીપ ટ્રોફી 2025ની શરૂઆત થઈ હતી. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ત્રણ કૅપ્ટન્સ અનફિટ જાહેર થયા હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગઈ કાલે બે ક્વૉર્ટર ફાઇનલ મૅચથી દુલીપ ટ્રોફી 2025ની શરૂઆત થઈ હતી. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ત્રણ કૅપ્ટન્સ અનફિટ જાહેર થયા હતા. સેન્ટ્રલ ઝોનનો કૅપ્ટન ધ્રુવ જુરેલ પીઠના દુખાવાને લીધે તથા ઈસ્ટ ઝોનનો કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરન અને નૉર્થ ઝોનનો કૅપ્ટન શુભમન ગિલ તાવને કારણે મૅચમાંથી બહાર થયા છે. સેન્ટ્રલ ઝોન રજત પાટીદાર, ઈસ્ટ ઝોન રિયાન પરાગ અને નૉર્થ ઝોન હરિયાણાના અંકિત કુમારની કૅપ્ટન્સીમાં ક્વૉર્ટર-ફાઇનલ મૅચ રમી રહ્યાં છે.
ક્વૉર્ટર ફાઇનલની બન્ને મૅચમાં પહેલા દિવસે શું થયું?
ADVERTISEMENT
નૉર્થ vs ઈસ્ટ ઝોન : આયુષ બદોની (૬૦ બૉલમાં ૬૩ રન)ની ઇનિંગ્સના આધારે નૉર્થ ઝોને પહેલા દિવસે ૭૫.૨ ઓવરમાં ૬ વિકેટે ૩૦૮ રન ફટકાર્યા. યંગ સ્પિનર મનીષી (૯૦ રનમાં ૩ વિકેટ)નું પ્રદર્શન ઈસ્ટ ઝોન માટે પ્રભાવશાળી રહ્યું. મોહમ્મદ શમીએ ચાર મેઇડન ઓવર સહિત ૧૭ ઓવરમાં પંચાવન રન આપીને એક વિકેટે લીધી હતી.
સેન્ટ્રલ vs નૉર્થ-ઈસ્ટ ઝોન : ૨૧ ફોર, ૩ સિક્સર ફટકારનાર કૅપ્ટન રજત પાટીદાર (૯૬ બૉલમાં ૧૨૫ રન) અને નાગપુરના ડેનિશ માલેવાર (૨૧૯ બૉલમાં ૧૯૮ રન)ની અણનમ ધમાકેદાર ઇનિંગ્સની મદદથી સેન્ટ્રલ ઝોને ૭૭ ઓવરમાં બે વિકેટે ૪૩૨ રન કર્યા. નૉર્થ-ઈસ્ટ ઝોનના સાત બોલર્સમાંથી કૅપ્ટન રૉન્ગસેન જોનથને સ્પિનર તરીકે ૧૫ ઓવરમાં સૌથી વધુ ૧૩૦ રન આપી દીધા હતા.


