Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દ્રવિડે ફરી શરૂ કરી જૂની પરંપરા, ગાવસકરે ઐયરને આપી ટેસ્ટ-કૅપ

દ્રવિડે ફરી શરૂ કરી જૂની પરંપરા, ગાવસકરે ઐયરને આપી ટેસ્ટ-કૅપ

26 November, 2021 01:31 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે શ્રેયસ ઐયરને ટેસ્ટ ડેબ્યુ કૅપ આપી હતી.

ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે શ્રેયસ ઐયરને ટેસ્ટ ડેબ્યુ કૅપ આપી

ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે શ્રેયસ ઐયરને ટેસ્ટ ડેબ્યુ કૅપ આપી


ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે શ્રેયસ ઐયરને ટેસ્ટ ડેબ્યુ કૅપ આપી હતી. હેડ-કોચ રાહુલ દ્રવિડે દિગ્ગજ ક્રિકેટરો દ્વારા પહેલી ટેસ્ટ રમનાર ખેલાડીઓને ટેસ્ટ-કૅપ આપવાની જૂની પરંપરા ફરી શરૂ કરી છે. ભારતીય ટીમ તરફથી ટેસ્ટ રમનાર ઐયર ૩૦૨મો ખેલાડી બન્યો છે. ઐયરને કૅપ આપવા માટે દ્રવિડે ગાવસકરને આમંત્રણ પાઠવ્યું હતું. એ પહેલાં ટી૨૦ સિરીઝ માટે દ્રવિડે હર્ષલ પટેલને કૅપ આપવા માટે અજિત આગરકરને બોલાવ્યો હતો. 
કોઈ દિગ્ગજ ખેલાડીઓ દ્વારા નવોદિત ખેલાડીને કૅપ આપવાની પરંપરા ઑસ્ટ્રેલિયામાં ઘણા સમયથી છે. નવોદિત ખેલાડીઓ શેન વૉર્ન, માર્ક વૉ, માર્ક ટેલર અથવા ઍડમ ગિલક્રિસ્ટ દ્વારા આપવામાં આવે છે. અગાઉ આપણે ત્યાં પણ આવી પરંપરા હતી, પણ ત્યાર બાદ કૅપ્ટન અથવા સિનિયર પ્લેયર કે સપોર્ટ-સ્ટાફ જ નવા ખેલાડીને કૅપ આપતો હતો. જોકે દ્રવિડે જૂની પરંપરાને ફરી જીવંત કરી હતી. ગાવસકર જેવા ખેલાડી સાથેના સંવાદે ઐયરને ભાવુક બનાવી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2021 01:31 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK