સૌરવે વધુમાં કહ્યું હતું કે, મને ખાતરી છે કે સિલેક્ટર્સ તેના પર નજર રાખી રહ્યા છે
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા મોહમ્મદ શમીને ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં રમાડવા ટેકો આપ્યો છે. તેણે કહ્યું હતું કે ‘મોહમ્મદ શમી અસાધારણ રીતે સારી બોલિંગ કરી રહ્યો છે. તે ફિટ છે અને ત્રણેય રણજી ટ્રોફી મૅચમાં તેણે એકલા હાથે બંગાળને જીત અપાવી હતી.’
સૌરવે વધુમાં કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે સિલેક્ટર્સ તેના પર નજર રાખી રહ્યા છે અને શમી સાથે ચર્ચાઓ ચાલી રહી હશે. ફિટનેસ અને કૌશલ્યની દૃષ્ટિએ આ એ જ મોહમ્મદ શમી છે જેને આપણે જાણીએ છીએ. મને ખરેખર કોઈ કારણ દેખાતું નથી કે તે ભારત માટે ટેસ્ટ-મૅચ, વન-ડે ક્રિકેટ અને T20 ક્રિકેટ ન રમી શકે, કારણ કે તેની પાસે પ્રચંડ કુશળતા છે.’
ADVERTISEMENT
મોહમ્મદ શમી આ વર્ષની શરૂઆતમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 રમ્યા બાદ ટીમમાં વાપસી કરી શક્યો નથી.


