ચેતેશ્વર પુજારાએ ઇંગ્લૅન્ડ જનારી ટીમ ઇન્ડિયાને આપી ચેતવણી
ચેતેશ્વર પુજારા
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની સિરીઝથી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆત કરશે. ૨૦ જૂનથી શરૂ થનારી આ ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારતના અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ભારતીય ટીમને ચેતવણી આપતાં કહ્યું કે ‘ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝ હંમેશાં ટીમોની ધૈર્ય અને અનુકૂલન ક્ષમતાનો સાચો માપદંડ રહી છે. છેલ્લાં ૧૦૦ વર્ષોમાં ભારતે ઇંગ્લૅન્ડની ધરતી પર રમાયેલી ૧૯ સિરીઝમાંથી ફક્ત ૩ જીતી છે જે દર્શાવે છે કે આ સ્પર્ધા આપણા માટે કેટલી પડકારજનક રહી છે.’
આ ટૂર માટે સિલેક્ટ ન થનાર પુજારાએ આગળ કહ્યું, ‘યુવાન અને ગતિશીલ ટીમ સાથે આ ટૂર ભારતીય ક્રિકેટ માટે એક વળાંક છે. હું જોવા માટે ઉત્સુક છું કે આ ટીમ કેવી રીતે આ સ્પર્ધામાં આગળ વધે છે અને ભવિષ્યની પેઢીઓ માટે નવા માપદંડો સ્થાપિત કરે છે.’
ADVERTISEMENT
ભારતીય ટીમે ૧૯૭૧માં અજિત વાડેકર, ૧૯૮૬માં કપિલ દેવ અને ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી છે.


