Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે આજે રાતે ૧૦ કલાકનો મેજર બ્લૉક

જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે આજે રાતે ૧૦ કલાકનો મેજર બ્લૉક

Published : 25 April, 2026 12:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે સેન્ટ્રલ રેલવેમાં ઉંબરમાળી અને આટગાવ સ્ટેશન વચ્ચે ૧૫ કલાકનો બ્લૉક

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વેસ્ટર્ન લાઇનમાં જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે મેટ્રો 6નો ગર્ડર બેસાડવાનો હોવાથી ૧૦ કલાકનો મેજર બ્લૉક રાખવામાં આવ્યો છે. છઠ્ઠી લાઇન પર એ માટે શનિવારે રાતના ૧૦.૧૫ વાગ્યાથી રવિવારે સવારના ૮.૧૫ વાગ્યા સુધીનો બ્લૉક રહેશે. એથી છઠ્ઠી લાઇન પર દોડનારી ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પરથી દોડશે. આ જ કામ માટે શનિવારે મધરાત બાદ ૧.૪૫ વાગ્યાથી રવિવારે સવારના ૪.૪૫ વાગ્યા દરમ્યાન બધી જ લાઇન પર બ્લૉક રહેશે. એથી પ્રવાસીઓને તેમની ટ્રેનનો સમય જાણીને, ચેક કરીને પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

રેગ્યુલર મેઇન્ટેનન્સ માટે સેન્ટ્રલ રેલવે દ્વારા મેઇન લાઇન પર રવિવારે ઉંબરમાળી અને આટગાવ સ્ટેશન વચ્ચે ૧૫ કલાકનો સ્પેશ્યલ ટ્રાફિક અને પાવર બ્લૉક રાખવામાં આવ્યો છે. શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી રવિવારે મધરાત બાદ ૩ વાગ્યા સુધી આ બ્લૉક રહેશે. એની અસર લોકલ અને બહારગામની ટ્રેનો પર પડશે.



હાર્બર લાઇનમાં રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વાશી, બેલાપુર, પનવેલ અને બાંદરા-ગોરેગામ વચ્ચે સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૪.૪૫ વાગ્યા દરમ્યાન ટ્રેનો નહીં દોડે. જોકે પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે કુર્લાથી પનવેલ વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેન-સર્વિસ દોડાવવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK