Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્જર્ડ અનુભવી બોલરના સ્થાને માત્ર એક મૅચ રમનાર ઑલરાઉન્ડરને સાઉથ આફ્રિકાની સ્ક્વૉડમાં મળ્યું સ્થાન

ઇન્જર્ડ અનુભવી બોલરના સ્થાને માત્ર એક મૅચ રમનાર ઑલરાઉન્ડરને સાઉથ આફ્રિકાની સ્ક્વૉડમાં મળ્યું સ્થાન

Published : 10 February, 2025 08:48 AM | IST | Cape Town
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન ટીમનો અનુભવી ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્ખિયા ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માંથી બહાર થયો.

કૉર્બિન બૉશ અને ક્વેના મ્ફાકા.

કૉર્બિન બૉશ અને ક્વેના મ્ફાકા.


ગઈ કાલે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન ટીમનો અનુભવી ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્ખિયા ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માંથી બહાર થયો છે. અગાઉ પીઠમાં સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે તે ભારતમાં ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. હવે આ બાવીસ વન-ડેના અનુભવ ધરાવતા ફાસ્ટ બોલરના રિપ્લેસમેન્ટ તરીકે સ્ક્વૉડમાં ૩૦ વર્ષના ઑલરાઉન્ડર કૉર્બિન બૉશને સ્થાન આપવામાં આવ્યું છે.

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડિસેમ્બર ૨૦૨૪માં ડેબ્યુ કરતાં કૉર્બિને પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે મૅચમાં ૪૦ રન કરીને એક વિકેટ ઝડપી હતી. માત્ર એક વન-ડે મૅચના અનુભવ સાથે તેને મોટી ટુર્નામેન્ટ પહેલાં સાઉથ આફ્રિકન સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ૧૮ વર્ષનો ફાસ્ટ બોલર ક્વેના મ્ફાકાને પણ રિઝર્વ પ્લેયર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય સિરીઝ દરમ્યાન ટીમ સાથે જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2025 08:48 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK