ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારત સામે હારનાર કિવી ટીમનો કૅપ્ટન મિચલ સૅન્ટનર કહે છે...
ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનર
ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે સ્વીકાર્યું કે તેમની ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વધુ સારી ભારતીય ટીમ સામે હારી ગઈ છે. ફાઇનલમાં ૨૫૨ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શકનાર કિવી ટીમનો કૅપ્ટન કહે છે, ‘અમને એક મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો અને ફાઇનલમાં અમે એક સારી ટીમ સામે હારી ગયા. મને લાગે છે કે રોહિત શર્મા જે રીતે રમ્યો એનાથી મૅચ અમારી પહોંચની બહાર ગઈ. ભારત દુબઈની પરિસ્થિતિઓને સારી રીતે સમજતું હતું અને સારું ક્રિકેટ રમ્યું હતું. અમારા માટે આ અંત કડવો-મીઠો હતો.’
રોહિત શર્માએ ફાઇનલ મૅચમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૩ બૉલમાં ૭૬ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ માટે તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.

