Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે સિરીઝ જીત્યા બાદ બંગલાદેશના કૅપ્ટને ડાયરેક્ટ હૉસ્પિટલમાં જવું પડ્યું

વન-ડે સિરીઝ જીત્યા બાદ બંગલાદેશના કૅપ્ટને ડાયરેક્ટ હૉસ્પિટલમાં જવું પડ્યું

Published : 13 June, 2026 05:56 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વન-ડે સિરીઝ જીત્યા બાદ બંગલાદેશના કૅપ્ટને ડાયરેક્ટ હૉસ્પિટલમાં જવું પડ્યું, ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે બંગલાદેશે સતત બે મૅચ જીતીને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો.

ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વન-ડે સિરીઝ જીત્યા બાદ બંગલાદેશના કૅપ્ટને ડાયરેક્ટ હૉસ્પિટલમાં જવું પડ્યું

ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વન-ડે સિરીઝ જીત્યા બાદ બંગલાદેશના કૅપ્ટને ડાયરેક્ટ હૉસ્પિટલમાં જવું પડ્યું


ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે બંગલાદેશે સતત બે મૅચ જીતીને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. બે દાયકાના વન-ડે રેકૉર્ડમાં પહેલી વખત બંગલાદેશ આ હરીફ સામે સિરીઝ જીતી શક્યું હતું. મૅચ દરમ્યાન ફાસ્ટ બોલર રાઇલી મેરેડિથનો બાઉન્સર બંગલાદેશના કૅપ્ટન મેહદી હસન મિરાઝની હેલ્મેટની બાજુમાં વાગ્યો હતો. 
આ બાઉન્સર વાગ્યા બાદ કૅપ્ટન મેહદી જમીન પર ઘૂંટણિયે પડી ગયો હતો. ફિઝિયો જ્યારે તેનું મૂલ્યાંકન કરી રહ્યો હતો ત્યારે મેહદી ઊલટી કરતો જોવા મળ્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમના ડૉક્ટર પણ મેડિકલ ટીમ સાથે જોડાયા હતા. થોડા સમય પછી પાછો ઊભો થયા બાદ તે ૨૨ બૉલમાં ૨૨ રન કરીને ઐતિહાસિક જીત સુધી મેદાન પર ટકી રહ્યો હતો. 
બંગલાદેશ ક્રિકેટે જણાવ્યા અનુસાર બાઉન્સરને કારણે તેના માથામાં ફટકો વાગ્યો હતો. તેનાં બાકીનાં લક્ષણોનું મૂલ્યાંકન કરવા અને સામાન્ય નિરીક્ષણ માટે તેને હૉસ્પિટલ મોકલ્યો છે. તે આગામી ૨૪ કલાક સુધી ત્યાં જ રહેશે. ૧૪ જૂને બન્ને ટીમ વચ્ચે અંતિમ વન-ડે મૅચ રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 05:56 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK