પંજાબ કિંગ્સના આ બાવીસ વર્ષના બૅટરે હૈદરાબાદ સામે ૫૯ બૉલમાં અણનમ ૧૦૭ રન ફટકાર્યા હતા....
IPLનો યંગેસ્ટ વિદેશી શતકવીર બન્યો કૉનોલી
ઑસ્ટ્રેલિયાનો ૨૨ વર્ષ ૨૫૭ દિવસની ઉંમર ધરાવતો બૅટર કૂપર કૉનોલી IPLનો યંગેસ્ટ વિદેશી શતકવીર બન્યો છે. તેણે એક દાયકા જૂનો ક્વિન્ટન ડી કૉકનો રેકૉર્ડ તોડ્યો છે. સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કૉકે ૨૦૧૬માં દિલ્હી તરફથી બૅન્ગલોર સામે ૨૩ વર્ષ ૧૨૨ દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારી હતી.
હૈદરાબાદના ૨૩૫ રનના સ્કોર સામે કૂપર કૉનોલીએ ૫૯ બૉલમાં ૭ ફોર અને ૮ સિક્સની મદદથી અણનમ ૧૦૭ રન કરીને પંજાબનો સ્કોર ૨૦૨-૭ સુધી પહોંચાડ્યો હતો. ૨૨ વર્ષની ઉંમરે તે પંજાબ માટે એક મૅચમાં સૌથી વધુ ૮ સિક્સ ફટકારવાની સાથે ટીમનો પણ યંગેસ્ટ વિદેશી શતકવીર બન્યો છે.
કૂપર કૉનોલીએ પંજાબ માટે ૨૨ વર્ષની ઉંમરે સૌથી વધુ ત્રણ વખત ૫૦ પ્લસનો સ્કોર કરવાનો પણ રેકૉર્ડ કર્યો હતો. માર્કો યાન્સેન સાથે તેણે પંજાબ માટે સાત કે તેથી નીચેના ક્રમ માટે ૬૮ રનની રેકૉર્ડ ભાગીદારી કરી હતી.
