ભારત-શ્રીલંકા વચ્ચે ગોલ્ડ મેડલ મૅચ અને પાકિસ્તાન-બંગલાદેશ વચ્ચે બ્રૉન્ઝ મેડલ મૅચ રમાશે
શ્રીલંકન કૅપ્ટન ચામરી અથાપથુ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર.
જપાનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં આજે એશિયન ગેમ્સ 2026ની વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ મૅચ રમાશે. સવારે ૫.૩૦ વાગ્યાથી પાકિસ્તાન-બંગલાદેશ બ્રૉન્ઝ મેડલ અને સવારે ૧૦.૩૦ વાગ્યાથી ભારત-શ્રીલંકા ગોલ્ડ મેડલ જીતવા સામસામે રમશે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવા મેદાન પર ઊતરશે. ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે ૩૨ T20 મૅચ રમાઈ છે, એમાંથી ભારત ૨૬ મૅચ અને શ્રીલંકા પાંચ મૅચ જીત્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
શ્રીલંકા ભારતને છેલ્લે જુલાઈ ૨૦૨૪માં એશિયા કપ ફાઇનલમાં જ હરાવી શક્યું હતું. ત્યાર પછીની સતત ૭ મૅચમાં ભારત વિજેતા રહ્યું છે. ૧૩ સપ્ટેમ્બરે એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૭૨ રને માત આપી હતી.
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે ૨૧ T20 મૅચ રમાઈ છે. પાકિસ્તાન ૧૬ મૅચમાં અને બંગલાદેશ પાંચ મૅચમાં વિજેતા રહ્યું છે. આ વર્ષે ૨૦ જૂને બન્ને વચ્ચે છેલ્લી વખત વર્લ્ડ કપ દરમ્યાન મૅચ રમાઈ હતી જેમાં બંગલાદેશે ૨૩ રને જીત નોંધાવી હતી.
એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટના ગોલ્ડ મેડલ મૅચનાં રિઝલ્ટ
ADVERTISEMENT
૨૦૧૦માં પાકિસ્તાને ૧૦ વિકેટે બંગલાદેશને હરાવ્યું
૨૦૧૪માં પાકિસ્તાને ૪ રને બંગલાદેશને માત આપી
૨૦૨૨માં ભારત ૧૯ રને શ્રીલંકા સામે જીત્યું
એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટના બ્રૉન્ઝ મેડલ મૅચનાં રિઝલ્ટ
૨૦૧૦માં જપાને ચીનને ૭ વિકેટે હરાવ્યું
૨૦૧૪માં શ્રીલંકાએ ચીનને પાંચ વિકેટે માત આપી
૨૦૨૨માં બંગલાદેશે પાકિસ્તાને પાંચ વિકેટે હરાવ્યું
