Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બિહારનો IIT ગ્રૅજ્યુએટ અભિષેક આનંદ જપાનની ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે

બિહારનો IIT ગ્રૅજ્યુએટ અભિષેક આનંદ જપાનની ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે

Published : 22 September, 2026 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના અભિષેક આનંદનો ‘બિહારીઓ ક્યાં નથી જોવા મળતા?’ કહેતો વિડિયો વાઇરલ થયો છે. IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી આનંદ ૨૦૨૫થી જપાનની ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો છે અને ૧૮ T20 મૅચમાં ૨૭૫ રન કર્યા છે.

 અભિષેક આનંદ

અભિષેક આનંદ


બિહારના વતની અને IIT-કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા અભિષેક આનંદનો એક વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ભારે વાઇરલ થયો છે. આ વિડિયોમાં તેને પૂછવામાં આવ્યું કે ‘બિહારી હોવા છતાં તે જપાન માટે કેવી રીતે રમવા લાગ્યો? ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘ભાઈ, બિહારીઓ ક્યાં નથી જોવા મળતા?’
૨૮ વર્ષનો આનંદ ૨૦૨૨માં સ્નાતક થયા બાદ કામ માટે જપાન ગયો હતા અને ૨૦૨૫થી જપાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો સભ્ય બન્યો હતો. ૧૮ T20 મૅચમાં એક ફિફ્ટીની મદદથી ૨૭૫ રન કરવાની સાથે તે એક વિકેટ પણ લઈ ચૂક્યો છે. આ વર્ષે મે મહિનામાં તે ટીમ માટે છેલ્લી વખત રમ્યો હતો. હાલમાં તે એશિયન ગેમ્સ કે ભારત સામેની મૅચ માટે જપાનની સ્ક્વૉડનો ભાગ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK