બન્ને ટીમ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલવહેલી મૅચ રમાશે
હૉન્ગકૉન્ગનો કૅપ્ટન યાસિમ મુર્તઝા અને શ્રીલંકાનો કૅપ્ટન ચરિથ અસલંકા
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજના દિવસની બીજી મૅચ દુબઈમાં ગ્રુપ-Bની ટીમો હૉન્ગકૉન્ગ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાએ શનિવારે બંગલાદેશને ૬ વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી હતી, જ્યારે હૉન્ગકૉન્ગને અનુક્રમે અફઘાનિસ્તાન (૯૪ રન) અને બંગલાદેશ (સાત વિકેટ) સામે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેઓ એકબીજા સામે પહેલી વખત ટકરાશે.
હૉન્ગકૉન્ગનું પ્રદર્શન છેલ્લી બે મૅચમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગના મોરચે નિરાશાજનક રહ્યું છે. પાંચમી વખત એશિયા કપ રમનાર હૉન્ગકૉન્ગ હજી સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ જીત નોંધાવી નથી શક્યું. તેઓ આ સીઝનની પોતાની અંતિમ મૅચમાં આ સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. ૧૭મો એશિયા કપ રમનાર શ્રીલંકા આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ જીતની ટકાવારી ધરાવતી ટીમોમાંથી એક છે.
ADVERTISEMENT
ભારતીય સમય અનુસાર આ મૅચ સાંજે ૮ વાગ્યે શરૂ થશે.


