ફિલ્મસ્ટાર્સની રિક્વેસ્ટ પર સંજના ગણેશને લાઇવ ટીવી પર કહ્યું...
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દુબઈમાં બુધવારે ભારત અને બંગલાદેશ વચ્ચેની T20 એશિયા કપ 2025ની સુપર-ફોર મૅચમાં સ્પોર્ટ્સ ઍન્કર સંજના ગણેશનનો એક ઇન્ટરવ્યુ ભારે વાઇરલ થયો હતો. પોતાની વેબ-સિરીઝ The Ba***ds of Bollywoodના પ્રમોશન માટે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આવેલા ઍક્ટર બૉબી દેઓલ અને રાઘવ જુરૈલે રસપ્રદ ઇન્ટરવ્યુ આપ્યો હતો. બન્નેએ સંજના ગણેશનના પતિ અને ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભારે પ્રશંસા કરી હતી.
પોતાની વેબ-સિરીઝના એક ડાયલૉગ બદલ રાઘવે સંજનાને એ બોલવા વિનંતી કરી હતી. સંજનાએ ઇન્ટરવ્યુના અંત કરતાં પહેલાં લાઇવ ટીવી પર તેનો ડાયલૉગ બોલતાં કહ્યું હતું, ‘અખ્ખી દુનિયા એક તરફ ઔર મેરા બુમરાહ એક તરફ...’


