Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતે પાકિસ્તાનના મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો! મેચ પછી જબરજસ્ત ડ્રામા

ભારતે પાકિસ્તાનના મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો! મેચ પછી જબરજસ્ત ડ્રામા

Published : 29 September, 2025 09:42 AM | IST | Abu Dhabi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Asia Cup 2025 Finals, India vs Pakistan: એશિયા કપની ફાઇલનમાં જીત મેળવ્યા બાદ ભારતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન લીધી; એટલે મોહસીન નકવી ટ્રોફી લઈને ચાલ્યા ગયા; હવે BCCI એ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો

ટ્રોફી વગર જીતનો જશ્ન મનાવતી ટીમ ઇન્ડિયા (તસવીર સૌજન્યઃ indiancricketteam ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)

ટ્રોફી વગર જીતનો જશ્ન મનાવતી ટીમ ઇન્ડિયા (તસવીર સૌજન્યઃ indiancricketteam ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)


પાકિસ્તાન (Pakistan)ને યુદ્ધના મેદાનમાં હરાવ્યા બાદ, ભારત (India)એ ક્રિકેટના મેદાનમાં પણ તેમને ખરાબ રીતે અપમાનિત કર્યા છે. રવિવારે એશિયા કપ ૨૦૨૫ (Asia Cup 2025)ની રોમાંચક ફાઇનલ મેચ (Asia Cup 2025 Finals)માં ટીમ ઇન્ડિયા (Indian Cricket Team)એ પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવ્યું. ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને (India vs Pakistan) ભારતે ૯મી વખત એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો છે. ભારતે એશિયા કપ 2025 ટ્રોફી જીત્યા પછી, મોડી રાત સુધી ડ્રામા ચાલતો રહ્યો. ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council - ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના ચીફ મોહસીન નકવી (Mohsin Naqvi) પાસેથી એશિયા કપ 2025 ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાદ મોટો વિવાદ સર્જાયો છે.

રવિવારે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવ્યું, જેમાં તિલક વર્મા (Tilak Varma)એ ૬૯ રનની અણનમ ઇનિંગ રમી અને તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો. એશિયા કપ ૨૦૨૫ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનના કોઈ પણ ખેલાડી સાથે હાથ ન મિલાવવાની અને મેદાનની બહાર કોઈ પણ પ્રકારની વાતચીત ન કરવાની નીતિ અપનાવી છે. ગઈકાલે જીત પછી ભારતીય ક્રિકેટ ટીમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો. એ જાણવું  રહ્યું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે. મેચ પછી, ઇનામ વિતરણ સમારોહ શરૂ થાય તે પહેલાં નકવી એક બાજુ ઊભા રહી ગયા અને ભારતીય ખેલાડીઓ ૧૫ યાર્ડની અંદર ઉભા હતા. તેમણે પોતાની જગ્યા પરથી ખસવાનો ઇનકાર કર્યો અને સમારોહમાં વિલંબ થયો. એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટે પૂછ્યું કે વિજેતાની ટ્રોફી કોણ રજૂ કરશે, અને ACCમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ, કારણ કે ભારતીય ટીમ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવા માંગશે નહીં. નકવી સ્ટેજ પર આવતાની સાથે જ પ્રેક્ષકોમાં રહેલા ભારતીય ચાહકોએ "ભારત માતા કી જય"ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. નકવી સ્ટેજ પર આવતાની સાથે જ તેમને કહેવામાં આવ્યું કે ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં અને તેમને દબાણ કરવાનો કોઈપણ પ્રયાસ સત્તાવાર વિરોધમાં પરિણમશે. નકવી રાહ જોતા રહ્યા, અને અચાનક આયોજકોમાંથી કોઈ ટ્રોફી ડ્રેસિંગ રૂમમાં લઈ ગયું.



એશિયા કપ ફાઇનલ પછી યોજાયેલા એવોર્ડ સમારોહમાં, ભારતીય ટીમને વિજેતાના મેડલ અને ટ્રોફી આપવામાં આવી ન હતી. ભારતીય ટીમે સ્ટેજ પર જઈને ટ્રોફી કે મેડલ વિના ઉજવણી કરી.


તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના મોહસીન નકવી ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. તાજેતરમાં મોહસીન નકવીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)નો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પ્લેન ક્રેશ વિશે ઈશારો કરતી વખતે ગોલની ઉજવણી કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો અમીરાત ક્રિકેટ બોર્ડ (Emirates Cricket Board)ના ઉપપ્રમુખ ખાલિદ અલ ઝરૂની (Khalid Al Zarooni) પાસેથી ટ્રોફી સ્વીકારવા માટે તૈયાર હતા, પરંતુ મોહસીન નકવીએ આવું થતું અટકાવ્યું.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2025 09:42 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK