જો પાકિસ્તાન અભિષેક બચ્ચનને વહેલો આઉટ કરે છે તો તેમના મિડલ ઑર્ડરનું શું થશે?
શોએબ અખ્તર
T20 એશિયા કપ 2025ની ફાઇનલ મૅચ પહેલાંની ચર્ચામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક રમૂજી ભૂલ કરી હતી. તેની આ ભૂલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ બૉલીવુડ ઍક્ટર અભિષેક બચ્ચને તેને ટ્રોલ કર્યો હતો. પૅનલ-ચર્ચા દરમ્યાન શોએબ અખ્તરે ભારતીય ઓપનર અભિષેક શર્મા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જો પાકિસ્તાન અભિષેક બચ્ચનને વહેલો આઉટ કરે છે તો તેમના મિડલ ઑર્ડરનું શું થશે? તેમનો મિડલ ઑર્ડર સારું પ્રદર્શન કરી રહ્યો નથી.’
આ વિડિયોના જવાબમાં જુનિયર બચ્ચને સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું કે ‘સર, પૂરા આદર સાથે, મને નથી લાગતું કે તેઓ (પાકિસ્તાની બોલર્સ) આવું કરી શકશે. અને હું ક્રિકેટ રમવામાં પણ સારો નથી.’


