ફાઇનલ મૅચ પહેલાં ભારતીય પ્લેયર્સની ફિટનેસ બની ચિંતાનો વિષય
અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, તિલક વર્મા
શુક્રવારે શ્રીલંકા સામેની એશિયા કપની સુપર-ફોર મૅચ દરમ્યાન કેટલાક ભારતીય પ્લેયર્સમાં અસ્વસ્થતાના સંકેત જોવા મળ્યા હતા. મૅચની બીજી ઇનિંગ્સમાં એક ઓવરમાં ૭ રન આપીને એક વિકેટ લેનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ભારતીય ઓપનર અભિષેક શર્મા ફીલ્ડિંગ વખતે હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બાકીના સમય માટે મેદાનની બહાર રહ્યા હતા. યંગ બૅટર તિલક વર્મા પણ ફીલ્ડિંગ દરમ્યાન પગમાં દુખાવાને કારણે થોડા સમય માટે મેદાન છોડી ગયો હતો, પરંતુ હાઇડ્રેશન-બ્રેક પછી તરત મેદાન પર આવી ગયો હતો.
T20 એશિયા કપ 2025 પહેલાં ભારતીય પ્લેયર્સની ફિટનેસ ચિંતાનો વિષય બની છે. ભારતીય ટીમ મૅનેજમેન્ટે કહ્યું છે કે ‘રિકવરીનો શ્રેષ્ઠ માર્ગ સારી ઊંઘ અને આરામ છે. રવિવારની મૅચ પહેલાં આવા પ્લેયર્સનાં ટ્રેઇનિંગ-સેશન ટાળવામાં આવશે. ફાઇનલ મૅચ માટે માનસિક રીતે તૈયાર થાય એ પહેલાં તેમને થોડો મસાજ આપવામાં આવશે.’


