Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિનોદ કાંબળીએ નશામાં પત્નીને માથામાં કુકિંગ-પૅનનું હૅન્ડલ માર્યું, બૅટ પણ ઉગામ્યું

વિનોદ કાંબળીએ નશામાં પત્નીને માથામાં કુકિંગ-પૅનનું હૅન્ડલ માર્યું, બૅટ પણ ઉગામ્યું

06 February, 2023 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍન્ડ્રિયાએ એફઆઇઆર માટેની ફરિયાદમાં કહ્યું કે વિનોદે ગાળો પણ આપી

ઍન્ડ્રિયા હ્યુઇટ અને વિનોદ કાંબળી

ઍન્ડ્રિયા હ્યુઇટ અને વિનોદ કાંબળી


બાંદરા પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી વિરુદ્ધ તેની પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટે ફરિયાદ નોંધાવી છે, જેમાંના આક્ષેપોને આધારે કાંબળી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ શુક્રવારે કાંબળીએ નશાની હાલતમાં ઍન્ડ્રિયા તરફ કુકિંગ-પૅનનું હૅન્ડલ ફેંક્યું હતું જે તેને માથામાં વાગ્યું હતું અને માથાની ઈજાનું તેણે ભાભા હૉસ્પિટલમાં મેડિકલ ચેક-અપ કરાવ્યું હતું.


બે કલમ હેઠળ ગુનો નોંધાયો



કાંબળીએ ઘરમાં બપોરે બનેલી આ ઘટનામાં ઍન્ડ્રિયાને ગાળો પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે કાંબળી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૪ અને કલમ ૫૦૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બે કલમ અનુક્રમે નુકસાન પહોંચાડી શકે એવા હથિયારથી ઈજા પહોંચાડવા અને ઉશ્કેરણીજનક ભાષા વાપરીને અપમાન કરવા સંબંધિત છે.


પુત્રનું પણ ન માન્યો

કહેવાય છે કે આ ઘટના દરમ્યાન કાંબળી-ઍન્ડ્રિયાનો ૧૨ વર્ષનો પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો પણ ઘરમાં જ હતો અને કાંબળીને સમજાવી રહ્યો હતો, પરંતુ કાંબળી ગુસ્સામાં કિચનમાં દોડી ગયો અને કુકિંગ-પૅનનું હૅન્ડલ લાવીને ઍન્ડ્રિયા પર ફેંક્યું હતું તેમ જ પછીથી બૅટ પણ ઉગામ્યું હતું. કાંબળીએ પુત્રને પણ ગાળ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. જોકે ઍન્ડ્રિયાએ પછીથી પોલીસને જણાવ્યું હતું કે આ બનાવનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK