છઠ્ઠા ક્રમે આવીને રવીન્દ્ર જાડેજાએ એક સદી અને પાંચ ફિફ્ટી સહિત ૬ વાર ૫૦+ રનની ઇનિંગ્સ રમી હતી.
શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા
ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલની ઇંગ્લૅન્ડ સામે ૭૫૪ રન ફટકારવાને કારણે ભારે પ્રશંસા થઈ રહી છે, પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ તેના કરતાં વધારે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પ્રદર્શનને સારું ગણાવ્યું છે. ૧૦ ઇનિંગ્સમાં શુભમન ગિલે ૨૬૯ રનના બેસ્ટ સ્કોર સાથે ચાર વાર ૧૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે છઠ્ઠા ક્રમે આવીને રવીન્દ્ર જાડેજાએ એક સદી અને પાંચ ફિફ્ટી સહિત ૬ વાર ૫૦+ રનની ઇનિંગ્સ રમી હતી.
અજય જાડેજાએ કહ્યું હતું કે ‘શુભમન ગિલ કરતાં ૫૧૬ રન ફટકારનાર રવીન્દ્ર જાડેજાએ સતત સારું પ્રદર્શન કર્યું. તે ચાર ઇનિંગ્સમાં નૉટ-આઉટ રહ્યો, કારણ કે બીજા છેડેથી ટીમની ઇનિંગ્સ સમાપ્ત થઈ હતી. આખી સિરીઝમાં ફક્ત બે ઇનિંગ્સ એવી હતી જ્યાં તે વહેલાે આઉટ થયો હતો. સિરીઝમાં લૉર્ડ્સ ટેસ્ટ-મૅચ બાદ તેણે પોતાની દૃઢતા જાળવી રાખી.’
ADVERTISEMENT
આખી સિરીઝમાં રવીન્દ્ર જાડેજાએ સાત વિકેટ પણ ઝડપી હતી.


